Pistal

Gujarat ATS arrested 06 accused: ગુજરાત એ.ટી.એસ.એ ગેરકાયદેસર પિસ્તોલ તથા તમંચા સાથે ૦૬ આરોપીઓની ધરપકડ કરી….

Gujarat ATS arrested 06 accused: ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ચાર ઈસમોને પકડી કુલ 6 આરોપીઓ સાથે 15 પિસ્તોલ, 5 કટ્ટા તથા 16 રાઉન્ડ પકડી પાડેલ

અમદાવાદ, 08 એપ્રિલ: Gujarat ATS arrested 06 accused: ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રનનાઓએ એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું.

દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાય નાઓને બાતમી મળેલ કે, અનિલ જાંબુકીયા તથા અનિરૂધ્ધ નામના માણસો મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર પિસ્ટલો તથા દેશી તમંચા લઇ અમદાવાદ આવનાર છે.

જે મળેલ માહિતીને એ.ટી.એસ. ગુજરાતના વાયરલેસ પો.સ.ઈ. આર.સી.વઢવાણા, પો.સ.ઈ. એ.આર. ચૌધરી તથા બી.ડી. વાઘેલાનાઓએ ડેવલોપ કરેલ અને ગુપ્ત રાહે માહિતી એકત્રિત કરેલ. જે મુજબ ચોક્કસ ઈન્ટેલીજન્સ આધારે ગુજરાત એ.ટી.એસ.ના પો.ઈન્સ. વી.એન. વાઘેલા, પો.સ.ઈ. એ.આર. ચૌધરી, બી.ડી. વાઘેલા તથા ટીમના માણસોએ અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી (૧) અનીલ જનકભાઇ જાંબુકીયાનાને વગર લાઇસન્સની ગે.કા. પિસ્ટલ નંગ-૦૨ તથા પિસ્ટલના કારતુસ નંગ-૦૨ તથા (૨) અનિરૂધ્ધ ભગુભાઇ ખાચરનાને વગર લાઇસન્સની ગે.કા. પિસ્ટલ નંગ-૦૨ તથા પિસ્ટલના કારતુસ નંગ-૦૨ સાથે પકડી પાડેલ. જે અવ્યયે એ.ટી.એસ. ગુજરાત ખાતે તા. 04 એપ્રિલના રોજ આ બન્ને ઈસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓના પૂરાં નામ સરનામાં નીચે મુજબ છે:

(૧) અનિલ જનકભાઇ જાંબુકીયા ઉવ. ૨૩ રહે. ગામ. ગોરૈયા, મેઇન બજાર, પાળીયાદ રોડ ઉપર, જુની સરકારી સ્કુલ સામે, તા.વીછીયા, જી.રાજકોટ તથા

(૨) અનિરૂધ્ધ ભગુભાઇ ખાચર ઉ.વ.૨૮ રહે. ગામ, મોટા માત્રા, વિંછીયા રોડ ઉપર, તા.વિંછીયા, જી.રાજકોટ ગોરૈયા

આ કેસની તપાસ દરમ્યાન પો.સ.ઈ. વાય.જી.ગુર્જર તથા એ.આર. ચૌધરી તથા બી.ડી. વાઘેલાઓનાઓ દ્વારા પકડાયેલ ઈસમોએ હથિયારો ક્યાંથી મેળવેલ છે અને ગુજરાતમાં કોને આપેલ છે એ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ કે, અન્ય ચાર ઈસમો ગેરકાયદેસર હથિયાર ધરાવે છે.

જે અનુસંધાને એ.ટી.એસ. ગુજરાતની ટીમે તા. 08 એપ્રિલના રોજ અન્ય ચાર ઈસમોને પકડી કુલ 6 આરોપીઓ સાથે 15 પિસ્તોલ, 5 કટ્ટા તથા 16 રાઉન્ડ પકડી પાડેલ છે.

આ પણ વાંચો: Junior clerk exam special train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી પાલનપુર અને વલસાડ માટે પરીક્ષા વિશેષ ટ્રેનોનું સંચાલન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો