Danta Police station

Gujarat panchayat seva panchayat mandal class 3 exam: દાંતામાં ગુગલ મેપ નાં આધારે પણ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકશે પરીક્ષાર્થી

Gujarat panchayat seva panchayat mandal class 3 exam: પરીક્ષાર્થીઓ બહારના જિલ્લાના હોઈ અત્રેના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર પરીક્ષા કેન્દ્રો આવેલ છે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 08 એપ્રિલ: Gujarat panchayat seva panchayat mandal class 3 exam: આવતીકાલે ૦૯ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પંચાયત મંડળ વર્ગ ૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા-આવતા પરીક્ષાર્થીઓ બહારના જિલ્લાના હોઈ અત્રેના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર પરીક્ષા કેન્દ્રો આવેલ છે. જે પરીક્ષા કેન્દ્રો ઉપર જવા સારૂ કોઈ પરીક્ષાર્થી પાસે વ્હીકલની સગવડના હોય અને પરીક્ષા કેન્દ્ર ઉપર જવા મુશ્કેલી પડે તો નીચે જણાવેલ દાંતા પોલીસ સ્ટેશન અથવા અધિકારી/કર્મચારીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

દાંતા P.S.I આર.એમ કોટવાલ. મો.૯૭૧૪૯૧૭૦૦૮
દાંતા. APC રતુસિંહ ભીખાજી મો.નં.૯૫૭૪૮૩૪૪૮૨

નીચે જણાવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર જવા માટે લેટ લોંગ મુકવામા આવેલ છે.પરીક્ષા કેન્દ્ર. (૧) મોડેલ સ્કુલ દાંતા મુ.જગતાપુરા પો.સ્ટ નાનાસડા તા.દાંતા જી.બનાસકાંઠા અક્ષાશ-રેખાંશ 24,14,63.87— 72.71.50.48 (ગુગલ મેપ માટે) (૨) કન્યા સાક્ષરતા નિવાસી શાળા ટુંડિયા દાંતા રોડ મુ. ગઢ પો.રણપુર તા.દાંતા .જી.બનાસકાંઠા અક્ષાશ-રેખાંશ 24.130.408— 72.82.21.23 (ગુગલ મેપ માટે)

આ પણ વાંચો: Dang Bamboo Art: વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવી તેના વેચાણથી આત્મનિર્ભર બન્યો ડાંગનો ૨૨ વર્ષીય યુવાન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો