d972ec39 48e1 4e5d 8926 0ddc1e5db65b

Book of shyamji krishna varma: આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકને ગુજરાત રાજ્યના CM રૂપાણીએ ખુલ્લુ મુક્યું!

Book of shyamji krishna varma: ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારને પુસ્તકના સુંદર સંકલન બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતાં.

ગાંધીનગર, 10 સપ્ટેમ્બરઃ Book of shyamji krishna varma: ભારતની મહામૂલી આઝાદીને ૭૫મું વર્ષ પ્રારંભ થયું છે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવનું પર્વ મનાવાઈ રહ્યુ છે ત્યારે દેશની આઝાદી માટે લડનાર ક્રાંતિવીરોના યોગદાન, લડવૈયાઓના બલિદાનની વિગતો સાંકળીને તૈયાર કરવામાં આવેલ આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ વિમોચન કરી ખુલ્લુ મુક્યુ હતું. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારને પુસ્તકના સુંદર સંકલન બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતાં.

આ પણ વાંચોઃ Heavy Rain in Ambaji: સતત ત્રીજા દિવસે પણ અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો, ટુકડે ટુકડે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી


આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા સાથે દેશની આઝાદી માટે ૧૮૫૭ થી સંઘર્ષ પ્રારંભ કરનારાં લડવૈયાઓના ટૂંકા જીવનવૃતાંતને તેમજ જીનિવાની ધરતી પરથી પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા અને વિરાંજલીયાત્રા યોજવામાં આવી તેની તસવીરો અને વિગતો પુસ્તક(Book of shyamji krishna varma)માં સાંકળવામાં આવી તેની વિગતો પુસ્તકમાં સાંકળવામાં આવી છે અને આઝાદીના અમૃતમહોત્સવે ભાવિ પેઢીને માર્ગદર્શનરૂપ બની રહે તેવી ઔતિહાસિક વિગતો સાથેનું સંકલન તૈયાર કરાયું છે તે બદલ ભાવસારને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધન્યવાદ આપ્યા હતાં.

આ પણ વાંચોઃ Big decision of the traffic police: અમદાવાદ પોલીસનો ઐતિહાસિક નિર્ણય, શહેરના આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ નહી વસુલે એક પણ રૂપિયો દંડ- વાંચો વિગત


આજના પુસ્તક વિમોચન પ્રસંગે ડૉ.જગદીશ ભાવસાર સાથે રન્નાદે પ્રકાશનના હેમેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતાં. આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકના સંકલનકર્તા ડૉ.જગદીશ ભાવસારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે પુસ્તક વિમોચનની મહત્વની ક્ષણ (સમય) સાર્વજનિક ગણેશ ઉત્સવના પ્રણેતા લોકમાન્ય બાળગંગાધર ટિળકને યાદ કરી ગણેશચતુર્થીએ પ્રદાન કરવાં બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો.

Whatsapp Join Banner Guj