mask traffic 1024x683 1 edited

Big decision of the traffic police: અમદાવાદ પોલીસનો ઐતિહાસિક નિર્ણય, શહેરના આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ નહી વસુલે એક પણ રૂપિયો દંડ- વાંચો વિગત

Big decision of the traffic police: અમદાવાદ ટ્રાફીક પોલીસની અયોગ્ય કામગીરી અને ખોટી રીતે દંડ વસુલવાની પદ્ધતી સામે સવાલો ઉઠી રહ્યા હતા

અમદાવાદ, 10 સપ્ટેમ્બરઃBig decision of the traffic police: છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ટ્રાફીક પોલીસની અયોગ્ય કામગીરી અને ખોટી રીતે દંડ વસુલવાની પદ્ધતી સામે સવાલો ઉઠી રહ્યા હતા. સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફીક પોલીસની દાદાગીરી અને દંડની વસુલાતના નામે વાહનચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો વારંવાર મળતી હતી. જેના પગલે હવે સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક પોલીસ દંડ નહી વસુલે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે પરંતુ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે. 

આ પણ વાંચોઃ IT Raid: અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા, સર્ચ ઓપરેશન યથાવત

વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓને રોટેશન પ્રમાણે ફરજ પર રાખવામાં આવશે. વાહન ચાલકોને આ નિર્ણયના કારણે ખાસ કરીને રિંગરોડ પરથી પસાર થતા ખટારા અને હેવી વાહનોના ચાલકોને મોટી રાહત થશે. આ સમગ્ર રોડ પર તહેનાત થનાર પોલીસને ન તો મેમો બુક આપવામાં આવશે ન તો તેમને કોઇ POS મશીન કે અન્ય કોઇ પણ પ્રકારની સત્તા આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj