Botad poisonous liquor Scam: યુવકે ‘ઝેરી દારૂ’નું સેવન કર્યું હતું, આંખે ચોખ્ખુ દેખાતુ થયુ બંધ- વાંચો શું આવ્યો રિપોર્ટ
Botad poisonous liquor Scam: 25 જુલાઈના રોજ પોલારપુર ગામમાં દેશી દારૂ પીધો હતો. બળદેવ ઝાલાને ગંભીર હાલતમાં દાખલ કરાયો હતો
અમદાવાદ, 30 જુલાઇઃ Botad poisonous liquor Scam: એક 35 વર્ષીય વ્યક્તિને બુધવારની રાત્રે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) માં દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યો હતો. બળદેવ ઝાલાએ ડોક્ટરોને જણાવ્યું કે તેણે 25 જુલાઈના રોજ પોલારપુર ગામમાં દેશી દારૂ પીધો હતો. બળદેવ ઝાલાને ગંભીર હાલતમાં દાખલ કરાયો હતો. ગુરુવારે જ્યારે તેની તબિયત સુધરી ત્યારે પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે બલદેવ ઝાલાની તબિયત સ્થિર ગણાવી છે.
પોલારપુર ગામનો રહેવાસી બળદેવ ઝાલા સુરત અને અમરેલી વચ્ચે રોજેરોજ દોડતી ખાનગી બસમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. તેઓ બસ દ્વારા શહેરમાં આવ્યા હતા અને બુધવારે તેમની તબિયત લથડી હતી. તે કતારગામ વિસ્તારમાં હતો જ્યારે તેને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થઈ અને તેને 108 સેવાની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Swine flu threat: કોરોના બાદ સ્વાઈનફ્લૂનો ખતરો, અમદાવાદમાં સ્વાઈનફ્લૂથી એક દર્દીનું મોત
બસ ડ્રાઇવર અને બળદેવ ઝાલાની પૂછપરછ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “દારૂ પીધા પછી બળદેવ ઝાલાને બીજા દિવસે ખબર પડી કે તેની સાથે દારૂ પીનારા કેટલાક જાણીતા લોકો પણ હોસ્પિટલમાં દાખલ થયા છે. “
“અમે દર્દી દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે બોટાદ પોલીસને રિપોર્ટ મોકલ્યો છે,” પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ મામલે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના તબીબોએ જણાવ્યું હતું કે બળદેવ ઝાલા હજુ સ્પષ્ટ દેખાતું નથી.

