Amazon 600x337 1

India’s exports from Amazon reached 5 billion dollars: વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 121 અબજ ડોલરનું વેચાણ કર્યું

India’s exports from Amazon reached 5 billion dollars: ભારતથી એમેઝોન સ્ટોર ઉપર વિશ્વમાં થતી નિકાસ પાંચ અબજ ડોલરને પાર થઇ ગઈ છે અને કંપની 2025 સુધીમાં આ નિકાસ 20 અબજ ડોલર પહોંચે એ રીતે આયોજન કરી રહી છે.

બિઝનેસ ડેસ્ક, 30 જુલાઇઃ India’s exports from Amazon reached 5 billion dollars: વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ અને ટેકનોલોજી કંપની એમેઝોને આજે પોતના એપ્રિલથી જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. એમેઝોને જણાવ્યું હતું કે ભારતમાં, ભારતમાં જ ઉત્પાદિત માલની નિકાસ માટે કંપની વિવિધ ઉત્પાદકો અને નિકાસકારોને મદદ કરી રહી છે. અત્યારે લગભગ એક લાખ જેટલા ભારતીય નિકાસકારો લાખો ચીજોની નિકાસ કરી રહ્યા છે. ભારતથી એમેઝોન સ્ટોર ઉપર વિશ્વમાં થતી નિકાસ પાંચ અબજ ડોલરને પાર થઇ ગઈ છે અને કંપની 2025 સુધીમાં આ નિકાસ 20 અબજ ડોલર પહોંચે એ રીતે આયોજન કરી રહી છે. 

ભારતના એમેઝોનની કામગીરી અંગે કમ્પનીએ’ વધુમાં જણાવ્યું હતું કે નાના વેપારીઓ પણ પોતાના સ્ટોરને ડીજીટલ સ્વરૂપ આપી શકે એ માટે એમેઝોન કામગ્રીરી કરી રહ્યું છે અત્યરે એમેઝોન સાથે દોઢ લાકાહ જેટલા સ્થાનિક વેપારીઓ જોડાયેલા છે જે 2025 સુધીમાં એક કરોડ પહોંચે એવી કંપનીની ધારણા છે. 

આ પણ વાંચોઃ Bomb Blast in Live T20 Match: કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્પેજીઝા ક્રિકેટ લીગ T20 દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ

એમેઝોન વિશ્વભરમાં ડીલીવરી માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારી રહી છે. ભારતમાં આ માટે ટાટા મોટર્સ સાથે જોડાણ કર્યું છે. આ વ્હીકલ એમેઝોનની જરૂરીયાત અનુસાર બનેલા હશે અને વર્ષ 2025 સુધીમાં ભારતમાં આવા 1૦,૦૦૦ વાહનો કંપની ઉપયોગમાં લેતી હશે, એમ એમેઝોને પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે. 

એમેઝોને વૈશ્વિક રીતે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં 121.2 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું જે ગત વર્ષે આ સમયગાળામાં 113.1 અબજ ડોલર હતું એટલે કે સાત ટકા વધ્યું હતું. કંપનીનો કાર્યકારી નફો ૩.૩ અબજ ડોલર રહ્યો હતો જે ગત વર્ષે 7.7 અબજ ડોલર હતો. વેચાણમાં વૃદ્ધિ છતાં કંપનીએ એપ્રિલ થી જૂન 2022ના સમયગાળામાં બે અબજ ડોલરની ખોટ નોંધાવી હતી જે ગત વર્ષે 7.8 અબજ ડોલરનો નફો હતો. કંપનીએ ઈ-વ્હીકલ કંપની રીવીયાનમાં કરેલા રોકાણના કારણે, રોકાણનું મૂલ્ય ઘટી જતા 3.9 અબજ ડોલરનો ફટકો પડ્યો હોવાથી ખોટ થઇ હોવાનું કંપનીએ જણાવ્યું હતું. 

આ પણ વાંચોઃ SSS Scam Update: મોટા વિરોધને પગલે TMC સાંસદની સામે આવી પ્રતિક્રિયા

Gujarati banner 01