Swine flu threat

Swine flu threat: કોરોના બાદ સ્વાઈનફ્લૂનો ખતરો, અમદાવાદમાં સ્વાઈનફ્લૂથી એક દર્દીનું મોત

Swine flu threat: અમદાવાદમાં બે સ્વાઈન ફ્લૂ દર્દીઓ સારવાર હેઠળ હતા જેમાં એક દર્દીનું મોત નિપજ્યું.

અમદાવાદ, 30 જુલાઇઃ Swine flu threat: અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો છે. ત્યારે સ્વાઈનફ્લૂનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. સ્વાઈનફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે. જેથી અમદાવાદમાં ફફડાટ ફેલાયો છે. સોલા સિવિલમાં એડમિટ આ દર્દીનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં બે સ્વાઈન ફ્લૂ દર્દીઓ સારવાર હેઠળ હતા જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

નારણપુરાના એક દર્દી અત્યારે સારવાર હેઠળ છે. જેથી તંત્રની ચિંતા પણ વધી છે.સરખેજ વિસ્તારના એક દર્દી કે જે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતા જેમની તબિયત બગડતા વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી પરંતુ દર્દીનું મોત નિપજ્યું હતું. આ સિઝનમાં દર વખતે આ પ્રકારે સ્વાઈન ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે.

કોરોનાના કેસો એક બાજુ વધી રહ્યા છે ત્યારે નવા 391 કેસો સામે 3 દર્દીઓના મોત પણ થયા છે ત્યારે સ્વાઈન ફ્લૂના કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે. સ્વાઈન ફ્લૂ કોરોના કરતા પણ વધુ ઘાતક છે. જેમાં દર્દીઓને હેલ્થને લગતી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. ત્યારે આ મામલે પણ હેલ્થ વિભાગ સક્રીય બન્યું છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ India’s exports from Amazon reached 5 billion dollars: વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 121 અબજ ડોલરનું વેચાણ કર્યું

આ પણ વાંચોઃ Bomb Blast in Live T20 Match: કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્પેજીઝા ક્રિકેટ લીગ T20 દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ

Gujarati banner 01