Certificate of Honor

Certificate of Honor: જગન્નાથપુરીમાં ભારતીય ચર્તુધામ વેદભવનમાં વિદ્વાનો દ્વારા કુમકુમ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું

Certificate of Honor: સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકા ગયા હતા અને સદ્‌ સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો પ્રારંભ કર્યો

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ Certificate of Honor: જગન્નાથપુરીમાં ભારતીય ચતુર્ધામ વેદભવનમાં વિદ્વાનો દ્વારા શ્રી સ્વામીનારાયણ મંદિર કુમકુમ – મણિનગર- અમદાવાદ – ગુજરાત સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું સન્માન કરી અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી જગન્નાથ સંસ્કૃત યુનિર્વસિટીના ચેરમેન પ્રો. શત્રુઘ્ન પાનીગ્રહિ, પં.અરુણકુમાર મિશ્રા, પં.કમલાકાન્ત પતિ, પં.જગન્નાથ રથ, પં.દયાનિધિ પંડા વગેરે પંડિતો ઊપસ્થિત રહ્યાં હતા અને શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

34c5e436 09f4 467d 8bff c2c922106530

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંગે જણાવ્યું હતું કે, તેઓ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય છે.તેમણે આ પૃથ્વી ઉપર ૧૦૦ વર્ષ દર્શન આપ્યા અને ૮૦ વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા છે.સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકા ગયા હતા અને સદ્‌ સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો પ્રારંભ કર્યો.

35c64b6f 5143 4407 afef 991b31997224

શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજીસ્વામી એ યુરોપ, યુ.એસ.એ, દુબઈ, કેનેડા આદિ વિદેશની ભૂમિ ઉપર અનેક વખત પધારીને ભારતીય સંસ્કારોનું સંવર્ધન કર્યું છે… અને દેશ અને વિદેશમાં અનેક મંદિરો સ્થાપીને અનેક મુમુક્ષુઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે જોડ્યા છે..

આ પણ વાંચોઃ Manubhai Chavda join Congress: ભાજપના પૂર્વમંત્રી મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાય ગયા

આ પણ વાંચોઃ Recruitment of Forest Guard-Bitguard: રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે

Gujarati banner 01