Manubhai Chavda join Congress

Manubhai Chavda join Congress: ભાજપના પૂર્વમંત્રી મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાય ગયા

Manubhai Chavda join Congress: ભાજપ માં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાત નાં પ્રભારી અને સરકાર ના નિગમ ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

ગાંધીનગર, 18 ઓક્ટોબરઃ Manubhai Chavda join Congress: અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય નેતા અને ભાજપ ના પૂર્વ પ્રદેશ મંત્રી, ઠાકોર કોળી વિકાસ નિગમ ના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા આજ વિધિવત રીતે તેમના ટેકેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત ના પ્રભારી રઘુ શર્મા, રામકીશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અંબરીષ ડેર સહિતના પ્રદેશ કોંગ્રેસ નાં નેતાઓ ની હાજરી માં કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.

આજ જ્યારે નેતાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટી માંથી સત્તાધારી પાર્ટી માં જોડાય છે ત્યારે ભાજપ ના પૂર્વ નેતા મનુ ચાવડા કોંગ્રેસ માં જોડાયા છે. તેવો ભાજપ માં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાત નાં પ્રભારી અને સરકાર ના નિગમ ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ત્યારે તેવો એ રાહુલ ગાંધી નાં નેતૃત્વ માં કોંગ્રેસ માં જોડાવુ પસંદ કર્યું છે.

તેવો એ જણાવ્યું હતું કે હાલ ની સરકાર માં મોંઘવારી એ માઝા મૂકી છે અને નાના અને મધ્યમ પરિવાર ને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે ત્યારે ગુજરાત માં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળ માં કોંગ્રેસ ની સરકારો માં થયું છે. અને તેવો પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે તેમ મનુ ચાવડા એ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Recruitment of Forest Guard-Bitguard: રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે

આ પણ વાંચોઃ First heart transplant patient discharged today: યુ.એન.મહેતા હોસ્પિટલમાં થયેલ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો

Gujarati banner 01