Helicopter crash in kedarnath

3 Gujaratis killed in helicopter crash: ઉત્તરાખંડ હેલિકોપ્ટર ક્રેશમાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના હતા તેઓ વતની- વાંચો વિગત

3 Gujaratis killed in helicopter crash: ત્રણ ભાવનગરની મૃતક દીકરીઓના નામ: પૂર્વા બારડ, કૃતિ બારડ અને ઊર્વી રામાનુજ

નવી દિલ્હી, 18 ઓક્ટોબરઃ 3 Gujaratis killed in helicopter crash: કેદારનાથમાં એક હોલિકોપ્ટ ક્રેશ થઈ ગયું છે. આ ઘટનામાં બે પાયલોટ અને ચાર યાત્રીઓ સહિત છ લોકોનાં મોત નીપજ્યા છે. આ મૃતકોમાં ત્રણ ગુજરાતી યાત્રી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના ગૌરીકુંડની પાસે થઈ છે. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતુ જેમાં છ લોકો સવાર હતા.

આ અંગેની જાણ સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વિટરમાં ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યુ છે કે, કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તૂટી પડેલ છે. જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડા પ્રધાન તથા મુખ્ય મંત્રીને વિનંતી છે કે, સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે.

ત્રણ ભાવનગરની મૃતક દીકરીઓના નામ: પૂર્વા બારડ, કૃતિ બારડ અને ઊર્વી રામાનુજ

આ પણ વાંચોઃ Manubhai Chavda join Congress: ભાજપના પૂર્વમંત્રી મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાય ગયા

મૃતક યુવતીઓ ભાવનગરની વતની છે

સાંસદ શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કરેલી ટિકિટની વિગતો પ્રમાણે, પૂર્વા બારડ 26 વર્ષની, કૃતિ બારડ 30 વર્ષની છે. જ્યારે ઊર્વી રામાનુજ 25 વર્ષની છે.


કેદારનાથથી 2 કિ.મી. દૂર ક્રેશ થયું પ્લેન

નોંધનીય છે કે, હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા. કેદારનાથથી લગભગ 3 કિમી દૂર નદી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરે કેદારનાથ બેઝ કેમ્પથી નારાયણ કોટી-ગુપ્તકાશી માટે ઉડાન ભરી હતી. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયુ હતુ.

આ પણ વાંચોઃ Certificate of Honor: જગન્નાથપુરીમાં ભારતીય ચર્તુધામ વેદભવનમાં વિદ્વાનો દ્વારા કુમકુમ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું

Gujarati banner 01