cm 1

CM bhupendra patel corona positive: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થયા કોરોના પોઝિટિવ

CM bhupendra patel corona positive: કોરોના પોઝિટિવ થતા જ હવે રથયાત્રાની પહિંદવિધી પર સવાલ પેદા થઇ ચુક્યાં

ગાંધીનગર, ૨૯ જૂન: CM bhupendra patel corona positive: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે.

જો કે તેઓ કોરોના પોઝિટિવ થતા જ હવે રથયાત્રાની પહિંદવિધી પર સવાલ પેદા થઇ ચુક્યાં છે. ગુજરાતમાં રથયાત્રામાં વર્ષોથી મુખ્યમંત્રી હંમેશા માટે પહિંદવિધિ કરતા આવ્યા છે. જો કે છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ હતી જ્યારે હવે રથયાત્રા નિકળવાની છે ત્યારે જ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા હવે પહિંદવિધિ કોણ કરશે તે સૌથી મોટો સવાલ થઇ રહ્યો છે. 

આ પણ વાંચો: Rajkot railway division gets commercial publicity shield: રાજકોટ રેલવે ડિવિઝનને પ્રતિષ્ઠિત ‘કોમર્શિયલ પબ્લિસિટી’ શિલ્ડ પ્રાપ્ત થઈ

ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા દરેક ગુજરાતી માટે મહત્વની હોય છે. રથયાત્રા જગન્નાથપુરી રથયાત્રા બાદ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. તેવામાં આ રથયાત્રાને લઇને સમગ્ર રાજ્યનું તંત્ર આ રથયાત્રા અગાઉ સ્ટેન્ડ બાય પર રહેતું હોય છે. પોલીસ કાફલો મહિનાઓ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતી હોય છે.

તેવામાં મહત્વનું છે કે, હવે પહિંદવિધિ કોણ કરશે કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદવિધિ કરવામાં આવતી હતી. હાલનાં વડાપ્રધાન અને પહેલાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પહિંદવિધિ કરી ચુક્યાં છે તેવામાં આ વર્ષો જુની પરંપરા સામે પ્રશ્નાર્થ થઇ રહ્યો છે. 

Gujarati banner 01