IMG 20220628 WA0050 e1656430589101

Udaipur murder case: રાજસ્થાનમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર યુવકનું ગળું કાપીને હત્યા કરાઈ, વાંચો વિગતે…

Udaipur murder case: હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી

ઉદયપુર, ૨૮ જૂન: Udaipur murder case: રાજસ્થાનના ઉદયપુરથી હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં નૂપુર શર્માનું સમર્થન કરનાર એક દરજીને તેની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાઓએ નિર્દયતાપૂર્વક દરજીનું ગળું કાપી દીધું હતું. ઉદયપુર હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે દરજીની હત્યા બાદ ઉદયપુરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 

ધારદાર હથિયાર વડે કાપ્યું દરજીનું ગળું

તમને જણાવી દઇએ કે ઉદયપુરમાં બર્બરતાપૂર્ણ ઘટના માલદાસ સ્ટ્રીટ વિસ્તારમાં સર્જાઇ હતી. દરજી પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકે થોડા દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Rain in gujarat: આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના, વાંચો વિગતે

ઉદયપુરમાં દુકાનદારની હત્યાના મામલે એડીજી લૉ એન્ડ ઓર્ડર હવા સિંહ ધુમરિયાએ કહ્યું કે ઘટના બાદ ઉદયપુરમાં તણાવની સ્થિતિ છે. જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ADG જંગી શ્રીનિવાસન રાવ અને દિનેશ એમએન ઉદયપુર માટે રવાના થઇ ગયા છે આરએસીની ટુકડીઓને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. 600 પોલીસકર્મીઓનો વધારાનો જથ્થો ગોઠવી દેવામાં આવ્યો છે. થોડા સમય માટે કેટલાક વિસ્તારો કરફ્યું લાદી દેવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હત્યાની નિંદા

ઉદયપુરમાં દરજીની હત્યાને ઘટના પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. સીએમએ ટ્વીટ કર્યું ‘ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ગુનાની ઉંડાણપૂર્વક તપાસક અરશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું. એવા જઘન્ય ગુનામાં લુપ્ત દરેક વ્યક્તિને કડક સજા અપાવવામાં આવશે. 

Gujarati banner 01