image e1669444515760

રાજ્યમાં કડકડતી ઠંડીની શરુઆત, 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધવાની શક્યતા

image

અમદાવાદ,17 ડિસેમ્બરઃ રાજ્યમાં હવે ધીરે ધીરે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. શીતલહેરને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં હજી પણ વધુ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધુ ફેરફાર નહિ થાય. આવનારા ત્રણ દિવસ રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. તો રાજયમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી આસપાસ રહી શકે છે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. 

whatsapp banner 1


આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સીઝન દરમિયાન 20 ડિસેમ્બરથી લઇને 10 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. તેમાંય ખાસ કરીને ડિસેમ્બરના અંતથી લઇને જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં ઠંડીનો પારો ગગડીને 10થી 12 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. કારણ કે, ડિસેમ્બર મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવે છે, લોકલ લેવલે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર થાય છે. શિયાળાની સિઝનમાં જાન્યુઆરી સૌથી ઠંડો મહિનો હોય છે. કારણ કે, જાન્યુઆરીનું એવરેજ મિનિમમ તાપમાન 12.4 ડિગ્રી જયારે ડિસેમ્બરનું એવરેજ તાપમાન 13.4 ડિગ્રી હોય છે.

આ પણ વાંચો…

શિયાળાની સિઝનમાં નાસ્તામાં આ વસ્તુનું સેવન કરો અને સ્વસ્થ્ય રહો, જાણો તેના ફાયદા