Untitled design 20

WhatsApp આ બેંકો સાથે શરૂ કરી શકે છે પેમેન્ટ એપ, આ રીતે મોકલાશે પૈસા

Untitled design 20

નવી દિલ્હી,17 ડિસેમ્બરઃ ફોન પે, ગૂગલ પે વગેરેની જેમ વોટ્સએપ પણ પેમેન્ટ એપની શરુઆતા કરી છે. WhatsApp Payએ ચાર મોટી બેંકો સાથે પોતાની પેમેંટ સેવાઓનું શરૂઆત કરી છે. WhatsApp Pay State Bank of India, HDFC Bank, ICICI Bank અને Axis Bank સાથે પેમેંટ સેવાઓની શરૂઆત કરી છે. WhatsAppએ આજે જાહેરાત કરી છેકે, તે પોતાના બે કરોડથી વધારે યૂઝર્સ મોટી બેંકો સાથે લાઈવ થઈ જશે.

WhatsAppએ 6 નવેમ્બરે જાહેરાત કરી હતીકે, ભારતમાં તેમની પેમેંટ સેવાઓની શરૂઆત થશે.  NPCIએ તેને નવેમ્બરમાં 160 બેંકો સાથે  UPI પર લાઈવ જવાની મંજૂરી આપી દીધી હતી.  Facebook Fuel For Indiaના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં WhatsAppના ભારતના પ્રમુખ અભિજીત બોસે કહ્યું હતુંકે, યૂપીઆઈ એક પરિવર્તન સેવા છે. અને અમારી પાસે સંયુક્ત રૂપે ડિજિટલ અર્થવ્યવસ્થા અને નાણાંના ટ્રાંજેક્શનના લાભોને મોટી સંખ્યામાં ઉપભોગતાઓને લાવવાનો અવસર છે. 

whatsapp banner 1

WhatsAppનું કહેવું છેકે, લોકો WhatsApp Payના માધ્યમથી સુરક્ષિત રૂપે પરિવારના કોઈપણ સભ્યને પૈસા મોકલી શકે છે. બેંકમાં ગયા વિના દૂર રહીને પણ કોઈપણ ચીજવસ્તુઓનું પેમેન્ટ કરી શકે છે. કોઈપણ ચીજવસ્તુઓની કિંમત જાણી શકાય છે. WhatsApp પર પેમેન્ટની સુવિધા ગૂગલ પે, ફોન પે, ભીમ અને બીજી બેંક એપ્સની જેમ જ યૂપીઆઈ પર કામ કરે છે. એટલાં જ માટે વોટ્સએપના વોલેટમાં પૈસા રાખવાની જરૂર પડતી નથી. તમે એ તમામ વ્યક્તિઓને WhatsApp Payના માધ્યમથી પૈસા મોકલી શકો છો જે UPI છે. WhatsApp Payનો ઉપયોગ Android ફોન અને iOS એટલેકે, iPhone બન્ને પર કરી શકાય છે. એના માટે તમારે તમારું બેંક એકાઉન્ટ WhatsApp સાથે જોડવું પડશે. 

આ રીતે પૈસા મોકલી શકાશેઃ

સૌથી પહેલાં એ વ્યક્તિનું ચેટ બોક્સ ઓપન કરો જેને પૈસા મોકલવા માંગો છો. ત્યાર બાદ Attach પર ટૈપ કરીને પછી Paymentને સિલેક્ટ કરો. Continue ને ટૈપ કરો અને તમારા ડેબિટ કાર્ડની જાણકારીને વેરિફાઈ કરો. તમારા ડેબિટ કાર્ડના છેલ્લાં 6 ડિઝિટને લખો. ડેબિટ કાર્ડની એક્સપાયરી ડેટ લખો અને Doneને ટૈપ કરો, ત્યાર બાદ UPI PINને સેટઅપ કરો
ત્યાર બાદ તમને એક  OTP (One Time Password) મળશે જે આપ મેળે ભરાઈ જશે
8) જો તે આપોઆપ ન ભરાય તો  SMSના માધ્યમથી ફોન પર OTP આપશે જેને તમારે ભરવાનું છે, ત્યાર બાદ એક UPI (Unified Payment Interface) PIN જનરેટ કરો, એને SETUP UPI PINની નીચે લખીને સબમીટ કરો. જ્યારે  UPI સેટઅપ પુરું થઈ જાય તો ત્યાર બાદ તે વ્યક્તિનું ચેટ ઓપન કરો જેને પૈસા મોકલવા છે. Attachને ટૈપ કરો અને પૈસા મોકલી દો, તમારે જેટલાં નાણાંનું ટ્રાંજેક્શન કરવું હોય તે એમાં લખો.

આ પણ વાંચો…

સારા સમાચારઃ સ્વદેશી Covaxinના પ્રથમ તબક્કાના પરિક્ષણ સફળ, કોઇ સાઇડ ઇફેક્ટ નથી