C.J. Chavda

Congress candidate targets BJP leaders: કોંગ્રેસના ઉમેદવારએ ભાજપના નેતાઓની ”કમા” સાથે તુલના કરતા રોષની લાગણી, વાંચો વિગતે…

  • સી.જે.ચાવડાનું ભાષણ સાંભળી શંકરસિંહ વાઘેલા પણ ખડખડાટ હસી પડ્યા

Congress candidate targets BJP leaders: વીજાપુરમાં ચૂંટણીપ્રચારમાં સી.જે.ચાવડાએ ભાજપના બે મોટા નેતાઓની સરખામણી કમા સાથે કરી

ગાંધીનગર, 28 નવેમ્બર: Congress candidate targets BJP leaders: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષના નેતા હોય, વિરોધીઓ પર આરોપ લગાવવાનું શરૂ કરે તો પાછુ વળીને જોતા નથી. કેટલાક દિવસ પહેલા ભાજપના નેતા પબુભા માણેકે રાહુલ ગાંધીને ‘આખા દેશનો કમો’ કહીને ટિખળ કરી હતી. હવે કોંગ્રેસના નેતા સી.જે.ચાવડાને પણ ભાજપના નેતાઓમાં ‘કમો’ દેખાવવા લાગ્યો છે.

વીજાપુરમાં ચૂંટણીપ્રચારમાં સી.જે.ચાવડાએ ભાજપના બે મોટા નેતાઓની સરખામણી કમા સાથે કરી. સીજે ચાવડાએ રુપાણી-નિતિન પટેલને ભાજપના ”કમા” કહ્યુ. આટલું જ નહીં, તેમણે ભાજપના તમામની ભાષણ આપવાની શૈલીની પણ નકલ કરી. આ સમયે સ્ટેજ પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા. સી.જે.ચાવડાનું ભાષણ સાંભળી શંકરસિંહ વાઘેલા પણ ખડખડાટ હસી પડ્યા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમા પહેલા તબક્કાની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજાશે, બીજા તબક્કામા 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે અને ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

Advertisement

આ પણ વાંચો…. Gujarat election 2022: ભાજપ છોડી ચુક્યા છે આ દિગ્ગજ નેતા, હવે જોવા મળ્યા કોંગ્રેસના મંચ પર…

Gujarati banner 01

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.