Jaynarayan Vyas

Gujarat election 2022: ભાજપ છોડી ચુક્યા છે આ દિગ્ગજ નેતા, હવે જોવા મળ્યા કોંગ્રેસના મંચ પર…

Gujarat election 2022: ગુજરાતના પૂર્વમંત્રી જય નારાયણ વ્યાસ સિદ્ધપુરના વામૈયા ગામમાં જાહેર સભામાં પહોંચ્યા, અહીં તેઓ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પહોંચ્યા

અમદાવાદ, 28 નવેમ્બર: Gujarat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજવાનું છે. ત્યારે જોરશોરથી રાજકીય પાર્ટીના નેતાઓ પોતપોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. એવામાં ભાજપ છોડી ચૂકેલા ગુજરાતના પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસ રવિવારે સિદ્ધપુરના વામૈયા ગામમાં જાહેર સભામાં પહોંચ્યા હતા. અહીં તેઓ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પહોંચ્યા હતા. 

જણાવી દઈએ કે ટિકિટ ન મળવાથી નારાજ જય નારાયણ વ્યાસે થોડા દિવસો પહેલા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. જય નારાયણ વ્યાસ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ, ભાજપને છોડ્યા પછી જય નારાયણ વ્યાસ કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને મળ્યા હતા.

જય નારાયણ વ્યાસ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેમણે પાર્ટીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા. જ્યારે કેશુભાઈ અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જય નારાયણ વ્યાસ પણ બંને સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ, જય નારાયણ વ્યાસ ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. કારણ કે 2017માં જયનારાયણ વ્યાસની ટિકિટ કપાઈ હતી.

Advertisement

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે, ત્યારબાદ બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું કે આ વખતે 51782 મતદાન મથકો પર 4.9 કરોડ મતદાતાઓ પોતાનો મત આપશે. આ વખતે ગુજરાતમાં 3,24,422 નવા મતદારો ઉમેરાયા છે.

આ પણ વાંચો: Ravi shankar prasad targeted congress: કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે- રવિશંકર પ્રસાદ

Gujarati banner 01

Advertisement