coronavirus testing

covid case update: ગુજરાતમાં કોરોનાના નવાં ૧૭ કેસ, ૨.૪૯ લાખ વેક્સિન- જાણો ક્યા શહેરમાં કેટલા કેસ?

covid case update: નવાં ૧૭ કેસ સામે આજે ૧પ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૮,૧૬,૨૨૦ પર પહોંચ્યો

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ covid case update: ગુજરાતમાં આજે કોરોનાના નવાં ૧૭ કેસ નોંધાયા છે અને વેક્સિનના ૨,૪૯,૬૯૯ ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અને સૌથી વધુ વડોદરામાં પાંચ કેસો નોંધાયા છે. જો કે નવાં કેસો સામે ડિસ્ચાર્જનું ઓછું પ્રમાણ હજુ પણ યથાવત્ છે.

આજે વડોદરામાં પાંચ, સુરતમાં ચાર, આણંદમાં ત્રણ, રાજકોટમાં ત્રણ અને વલસાડમાં બે કેસ(covid case update) નોંધાયા છે. નવાં ૧૭ કેસ સામે આજે ૧પ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૮,૧૬,૨૨૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલની પરિસ્થિતિએ એક્ટિવ કેસોની સંખ્યા ૧૭૩ છે, જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૬૮ દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યભરમાં આજે રસીના ૨,૪૯,૬૯૯ ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી ૧,૪૪,૬૪૩ ડોઝ ૧૮થી ૪૫ વર્ષના લોકોને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Ind vs pak match: ભારત-પાકિસ્તાનની મેચમાં પાકની જીત પર ઉજવણી કરતા લોકો સામે રાજદ્રોહનો કેસ- આ રાજ્ય લીધુ મહત્વનું પગલુ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj