Ind vs pak match

Ind vs pak match: ભારત-પાકિસ્તાનની મેચમાં પાકની જીત પર ઉજવણી કરતા લોકો સામે રાજદ્રોહનો કેસ- આ રાજ્ય લીધુ મહત્વનું પગલુ- વાંચો વિગત

Ind vs pak match: જીતના જશ્નથી યોગી સરકાર ખફા છે. ઉત્તર પ્રદેશમાં આવી જીતની ઊજવણી કરનારા 7 લોકો સમે ગુના નોંધવામાં આવ્યા છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે

નવી દિલ્હી, 28 ઓક્ટોબરઃ Ind vs pak match: ટી-20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન (Ind vs pak) વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતની પાકિસ્તાન સામે 10 વિકેટે હાર થઈ હતી. મેચમાં ભારતની હાર બાદ પાકિસ્તાનમાં ભવ્ય જીતનો જશ્ન હતો. જોકે, ભારતમાં કેટલાક ઠેકાણે જીત ઉજવવામાં આવી હતી. આ પૈકી ઉત્તર પ્રદેશ મોખરે હતું.

જોકે, આ જીત(Ind vs pak match)ના જશ્નથી યોગી સરકાર ખફા છે. ઉત્તર પ્રદેશમાં આવી જીતની ઊજવણી કરનારા 7 લોકો સમે ગુના નોંધવામાં આવ્યા છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે. આ શખ્સો સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

ભારત પાકિસ્તાનની મેચ(Ind vs pak match) બાદ પાકિસ્તાનની જીતની ખુશી પાકિસ્તાનમાં હોય તે સ્વાભાવિક છે પરંતુ ભારતના વિરોધી દેશની જીતનો જશ્ન મનાવવો યોગ્ય નથી. આ સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ સરકારે સખત વલણ અપનાવ્યું છે. પોલીસે આગરામાંથી 3, બરેલીમાં 1 અને લખનઉમાં 1 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે. આ શખ્સો સામે રાજદ્રોહનો કેસ ચાલશે.

આ વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાન સામે હાર થઈ તે વર્લ્ડકપમાં 29 વર્ષ બાદ હાર થઈ છે. છેલ્લા 29 વર્ષથી એક પણ વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારતને હરાવી શક્યું નહોતું. છેલ્લે ભારતની હાર વર્ષ 1992માં થઈ હતી અને ત્યારબાદથી ભારત સતત જીતતું આવ્યું હતું.

આ પણ વાંચોઃ Flipkart Big Diwali Sale 2021: ફ્લિપકાર્ટનો બિગ દિવાલી સેલ, અનેક વસ્તુઓ પર મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ- વાંચો વિગત

Advertisement

આ હારની સાથે ભારત 10 વિકેટથી હારની નાલેશી પણ સહન કરશે. અગાઉ ફક્ત ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને વેસ્ટેઇન્ડિઝે ભારતને 9 વિકેટથી ટી20માં હરાવ્યું હતું. જોકે, વનડેમાં પણ ભારત પાકિસ્તાન સામે ક્યારેય 10 વિકેટે હાર્યુ નહોતું. વર્ષ 1997માં લાહોરમાં ભારત 9 વિકેટે હાર્યુ હતું. આમ આ 10 વિકેટની હારનો રેકોર્ડ કઈક અલગ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર ઉદેપુરની નીરજા મોદી સ્કૂલની શિક્ષિકા નફીસા અત્તારીની ધરપકડ કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ નીરજા મોદી સ્કૂલ ટીચર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધ્યા બાદ અંબામાતા પોલીસે બુધવારે શિક્ષકની ધરપકડ કરી હતી.

Whatsapp Join Banner Guj

Advertisement