diseases during monsoon: ડેન્ગ્યુ,ચીકનગુનીયા, કમળા અને ટાઈફોઈડ જેવા રોગ આ શહેરમાં નોંધાયા- વાંચો કયા રોગના કેટલા કેસ?
diseases during monsoon: બેવડી ઋતુની વચ્ચે ઘેર-ઘેર વાઈરલ ફીવર ઉપરાંત મેલેરીયા,ડેન્ગ્યુ ઉપરાંત ચીકનગુનીયાના દર્દીઓ જોવા મળી રહ્યા છે
અમદાવાદ, 26 ઓગષ્ટઃ diseases during monsoon: અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાવાની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. વાઈરલ ફીવર, ડેન્ગ્યુ,ચીકનગુનીયા ઉપરાંત પાણીજન્ય એવા ટાઈફોઈડ અને કમળા તથા ઝાડા ઉલ્ટી જેવા રોગે શહેરને ભરડામાં લીધુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો જ વિવિધ રોગના દર્દીઓથી ઉભરાતા હોસ્પિટલોમાં પથારીઓ અને દવાઓનો સ્ટોક વધારવા તંત્રને તાકીદ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ,શહેરના મધ્ય,પૂર્વ અને દક્ષિણ ઝોન સહીતના અન્ય તમામ ઝોનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ રીતસરની માઝા મુકી હોય એવી સ્થિતિ સર્જાઈ છે.બેવડી ઋતુની વચ્ચે ઘેર-ઘેર વાઈરલ ફીવર ઉપરાંત મેલેરીયા,ડેન્ગ્યુ ઉપરાંત ચીકનગુનીયાના દર્દીઓ જોવા મળી રહ્યા છે.શહેરમાં વકરી રહેલી રોગચાળાની સ્થિતિ છતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી રોગચાળાની સાચી આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવતી ના હોવાથી બુધવારે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.કમિટીના સભ્યોએ બેઠકમાં હાજર એવા હેલ્થના અધિકારીઓ ઉપર પસ્તાળ પાડતા કહ્યુ,રોગચાળા અંગેની સાચી આંકડાકીય વિગતો જાહેર કરો તો લોકો પણ જાગૃત રહે.
દરમ્યાન હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલે જ હેલ્થ વિભાગની નિષ્ફળતાનો પર્દાફાશ કરતા કહ્યુ,મ્યુનિ.હસ્તકની એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલમાં રોજના ૨૫૦૦થી ૩ હજાર દર્દીઓ ઓ.પી.ડી.માં સારવાર લેવા આવી રહ્યા છે.શહેરમાં ગંભીર બનતી જતી રોગચાળાની સ્થિતિને જોતા આવનારા સમયમાં વિવિધ રોગના દર્દીઓને સારવાર આપવામાં તકલીફ ના પડે એ હેતુથી હોસ્પિટલોમાં પથારીઓની સંખ્યા અને જરુરી દવાઓનો સ્ટોક કરવા પણ તંત્રને સુચના આપવામાં આવી છે.શહેરના નદીપારના વિસ્તારોમાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના દર્દીઓની ઘણી મોટી સંખ્યા હોવા છતાં તંત્ર સાચી વિગતો જાહેર કરતુ ના હોવાનો સભ્યોએ આક્રોશ વ્યકત કર્યો હતો.
શહેરમાં કયા રોગના કેટલા કેસ– શહેરમાં ૨૧ ઓગસ્ટ સુધીમાં વિવિધ રોગના નોંધાયેલા કેસની વિગત આ મુજબ છે.
- રોગ નોંધાયેલા કેસ
- મેલેરીયા ૧૨૩
- ઝેરી મેલેરીયા ૦૧૦
- ડેન્ગ્યુ ૧૩૭
- ચીકનગુનીયા ૭૦
- કમળો ૧૦૧
- ટાઈફોઈડ ૧૯૫
- કોલેરા ૦૩
- ઝાડા-ઉલ્ટી ૨૩૦
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રોગચાળાના આંકડા સામે આવ્યા છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં વાયરલ રોગ અને બીમારીના કેસ નોંધાય છે. જેના આંકડા સ્વરુપમાં આવ્યા નથી. તમામ લોકોએ વડીલો તથા બાળકો અને પોતાનું ધ્યાન રાખવાની ખાસ જરુર છે.
આ પણ વાંચોઃ Prepaid plans under Rs.250: ફ્રી કોલિંગની સાથે 56GB ડેટા, સાથે મળશે અન્ય બેનિફિટ- વાંચો આ સસ્તા પ્લાન વિશે

