Nusrat jahan give birth baby boy

Nusrat jahan give birth baby boy: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ પુત્રને આપ્યો જન્મ, ડિલીવરી પહેલા લખી હતી આ પોસ્ટ..!

Nusrat jahan give birth baby boy: હજી સુધી નુસત જહાંએ બાળકના પિતાનું નામ જાહેર કર્યુ નથી..!

બોલિવુડ ડેસ્ક, 26 ઓગષ્ટઃNusrat jahan give birth baby boy: TMC પાર્ટીની સાસંદ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી તેના સાસંદમાં લગ્ન બાદની હાજરી હોય કે, પતિ સાથે બગળેલા સંબંધની વચ્ચે પ્રેગ્નેન્સીની ખબર દરેક વાતને લઇ હંમેશા ચર્ચામાં રહી છે. તાજેતરમાં અભિનેત્રી અને સાસંદ નુસરત જહાંએ દીકરાને જન્મ આપ્યો છે.

બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ(Nusrat jahan give birth baby boy) આપ્યો છે.  હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. અત્રે જણાવવાનું કે નુસરત જહાંએ ડિલિવરીના ગણતરીના કલાકો પહેલા પોતાની એક તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે ‘ડર પર વિશ્વાસ’. 

બંગાળી ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથે બગડેલા સંબંધો વિશે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચોઃ RBI New Rule: બેંકમાં ચેક આપતાં પહેલાં જાણી લો RBI નો આ અગત્યનો નિયમ, નહીંતો થઇ શકે છે મોટુ નુકસાન!

નુસરત જહાં બંગાળી ફિલ્મોના અભિનેતા અને બીજેપી નેતા યશ દાસગુપ્તાને ડેટ કરી રહી છે. બંને સાથે રાજસ્થાન ફરવા પણ ગયા હતા. અને હાલમાં 24 તારીખે બંનેએ એકસરખા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે નુસરતના બાળકનો પિતા કોણ છે તે અંગે બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ જ નિવેદન આપ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, નુસરત જહાંએ 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. જોકે ગયા વર્ષથી નુસરત પોતાના પતિથી અલગ રહેતી હતી. અને તેણે પોતાના લગ્નને પણ માનવાનો ઈનકાર કર્યો હતો. નિખિલે પણ નુસરતના આ બાળકને પોતાનું માનવાનો ઈનકાર કરી દીધો હતો. કેમ કે છેલ્લાં 6 મહિના કરતાં વધારે સમયથી બંને સાથે રહેતા ન હતા.

Whatsapp Join Banner Guj