Prepaid plans under Rs.250: ફ્રી કોલિંગની સાથે 56GB ડેટા, સાથે મળશે અન્ય બેનિફિટ- વાંચો આ સસ્તા પ્લાન વિશે

Prepaid plans under Rs.250: પોતાના યૂઝર્સને આકર્ષવા માટે Jio, Airtel અને Vodafone Idea અનેક પ્રકારના આવા પ્રીપેડ પ્લાન રજૂ કરે છે, જેમાં મળશે ઓછી કિંમતમાં તમને અનલિમિટેડ કોલ, ડેટા અને ઘણા OTT પ્લેટફોર્મનો ફાયદો

કામની ખબર, 26 ઓગષ્ટઃ Prepaid plans under Rs.250: હાલ મોટાભાગના લોકો સ્માર્ટ ફોન વાપરે છે, જેના કારણે તેમને ઇન્ટરનેટ અને કોલિંગ પેકેજ કરાવુ પડે છે. ઘણી વખત વઘુ ઇન્ટરનેટ યુઝના કારણે ડેટા પણ પતી જાય છે. તો ઇન્ટરનેટ યુઝર માટે ત્રણેય ટેલિકોમ ટોપ કંપની ગ્રાહકો માટે ખાસ પ્લાન લઇને આવી છે. જી હાં રિલાયન્સ જીયો બાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે સસ્તા અને સારા પ્લાન રજૂ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. આ કારણ છે કે કંપનીઓ હવે જલદી-જલદી નવા પ્લાન લઈને આવી રહી છે. પોતાના યૂઝર્સને આકર્ષવા માટે Jio, Airtel અને Vodafone Idea અનેક પ્રકારના આવા પ્રીપેડ પ્લાન રજૂ કરે છે, જે ઓછી કિંમતમાં તમને અનલિમિટેડ કોલ, ડેટા અને ઘણા OTT પ્લેટફોર્મનો ફાયદો આપે છે.

આજે અમે તમને જીયો, એરટેલ, વોડાફોન આઈડિયાના 250 રૂપિયા(Prepaid plans under Rs.250)થી ઓછા બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, ત્યારબાદ તમે ખુબ નક્કી કરી શકશો કે ક્યો પ્લાન તમારા માટે બેસ્ટ છે. 

રિલાયન્સ જીયોનો 250 રૂપિયાથી ઓછી કિંમતનો પ્લાન(Prepaid plans under Rs.250)
રિલાયન્સ જીયોની પાસે 250 રૂપિયાથી ઓછી કિંમતના બે પ્લાન છે, જેની કિંમત 199 અને 249 રૂપિયા છે. સૌથી પહેલા વાત જીયોના 199 રૂપિયાવાળા પ્લાનની કરીએ તો આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે અને આ રીતે યૂઝર્સને કુલ 42 જીબી ડેટા મળે છે. આ પ્લાનની સાથે કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો લઈ શકો છો. આ સિવાય ગ્રાહકોને દરરોજ 100 SMS અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તો  Jio ના 249 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં પણ 28 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે કુલ 56 જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ New corona case in india: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા, ત્રીજી લહેર શરુ થવાના એંધાણ- વાંચો વિગત

વોડાફોન આઈડિયાનો 250થી ઓછા રૂપિયાનો પ્લાન(Prepaid plans under Rs.250)
વોડાફોન આઈડિયાના 249 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. પ્લાનમાં અનલિમિટેડ કોલ ઓફર કરવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળશે. પ્લાનમાં મનોરંજન માટે તમને Vi મૂવીઝ અને ટીવીનું એક્સેસ મળશે. આ સિવાય વોડાફોન આઈડિયાની પાસે 199 રૂપિયાનો પ્લાન છે, જેમાં ગ્રાહકને દરરોજ 1જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 24 દિવસની છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની ઓફર કરવામાં આવે છે. આ સિવાય દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. પ્લાનમાં મનોરંજન માટે તમને Vi મૂવીઝ અને ટીવીનું એક્સેસ મળશે. 

એરટેલનો 250 રૂપિયાથી ઓછી કિંમતનો પ્લાન(Prepaid plans under Rs.250)
એરટેલના 249 રૂપિયાના પ્લાનમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની ઓફર મળે છે. તેમાં દરરોજ 100 એસએમએસ પણ મળશે. આ સિવાય ઘર પર મનોરંજન માટે તમે Airtel Xstream પર ફ્રીમાં વીડિયો જોઈ શકશો અને  Wynk Music માંથી ફ્રી ગીત ડાઉનલોડ કરી શકશો. તો એરટેલના 199 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 24 દિવસ છે. પ્લાનમાં અનલિમિટેડ કોલની ઓફર આપવામાં આવે છે. ગ્રાહકોને આ પ્લાનમાં પણ દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય ઘર પર મનોરંજન માટે તમે Airtel Xstream પર ફ્રીમાં વીડિયો જોઈ શકશો અને  Wynk Music માંથી ફ્રી ગીત ડાઉનલોડ કરી શકશો. 

આ પણ વાંચોઃ First woman CJI: દેશની પ્રથમ મહિલા CJI બનવા ગુજરાતના બે જજ સહિતના નવ નામોને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, વાંચો યાદી

Prepaid plans under Rs.250