love jehad

Guj.Seeks Removal Of Stay On Sec-5: લવ જિહાદ સામેની કલમ-૫ પરનો સ્ટે હટાવવા સરકારની ગુજરાત હાઇકોર્ટમાં માગણી – વાંચો શું છે મામલો?

Guj.Seeks Removal Of Stay On Sec-5: સરકારની રજૂઆત છે કે ધર્માંતરણ માટે મંજૂરીનો નિયમ વર્ષોથી છે. આ કલમને લગ્ન સાથે કોઇ સંબંધ નથી

ગાંધીનગર, 26 ઓગષ્ટઃ Guj.Seeks Removal Of Stay On Sec-5: ‘લવ જેહાદ’ રોકવાના કાયદા તરીકે ઓળખાતા ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિમયના સુધારાની કલમ-૫ પરના સ્ટે(Gujarat Seeks Removal Of Stay Order On Section 5 Of Anti-‘Love Jihad’ Law)ને હટાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં માગણી કરી હતી. કલમ-૫ પ્રમાણે ધર્માંતરણ પહેલાં સરકારની મંજૂરી અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Nusrat jahan give birth baby boy: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ પુત્રને આપ્યો જન્મ, ડિલીવરી પહેલા લખી હતી આ પોસ્ટ..!

સરકારની રજૂઆત છે કે ધર્માંતરણ માટે મંજૂરીનો નિયમ વર્ષોથી છે. આ કલમને લગ્ન સાથે કોઇ સંબંધ નથી. તેથી આ કલમ પરનો સ્ટે હટાવવામાં આવે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિમયના સુધારાની કલમ-૫ પ્રમાણે ધર્મગુરુ (રિલીજીયસ પ્રિસ્ટ)એ કોઇપણ વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરિત કરતા પહેલાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની રહેશે.

આ પણ વાંચોઃ diseases during monsoon: ડેન્ગ્યુ,ચીકનગુનીયા, કમળા અને ટાઈફોઈડ જેવા રોગ આ શહેરમાં નોંધાયા- વાંચો કયા રોગના કેટલા કેસ?

આ ઉપરાંત ધર્માંતરિત થનારી વ્યક્તિએ પણ સૂચિત ફોર્મમાં માહિતી મોકલી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને આગોતરી જાણકારી મોકલવાની રહેશે. આ મુદ્દે હાઇકોર્ટમાં આજે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે ધર્માંતરણ લગ્ન વગર પણ થતાં હોય છે અને તેના માટે છેલ્લાં ૧૮ વર્ષથી મંજૂરીનો નિયમ છે. આ નિયમ(Guj.Seeks Removal Of Stay On Sec-5)ને લગ્ન સાથે કોઇ લેવાદેવા નથી. જેથી હાઇકોર્ટ સ્ટેના આદેશમાં સુધારો કરે તે જરૃરી છે. કોર્ટે આ મુદ્દે પ્રતિવાદીઓને વકીલને જાણ કરી સુનાવણી યોજવાનો નિર્દેશ કર્યો છે.

Whatsapp Join Banner Guj