News flash image

Divyang Icard: દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવનાર વ્યક્તિ એસ.ટી. નિગમની બસમાં ગુજરાતની હદમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે

Divyang Icard: અંધ, મૂકબધિર, મંદબુદ્ધિ દિવ્યાંગ વ્યક્તિઓને સહાયરૂપ થવાં ‘દિવ્યાંગ ઓળખકાર્ડ’ યોજના

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૧૮ જાન્યુઆરીઃ
Divyang Icard: રાજ્ય સરકાર દ્વારા, અંધ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે ‘દિવ્યાંગ ઓળખકાર્ડ’ આપવાની યોજના અમલી છે. જે માટે પાત્રતા મુજબ દિવ્યાંગ વ્યક્તિ ૪૦% થી વધુ દિવ્યાંગતા, મૂકબધિર, અંધ, ૭૦% કે તેથી ઓછી બુધ્ધિઆંક ધરાવતા દિવ્યાંગ કે જેઓ ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જરૂરી છે.

દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવનાર વ્યક્તિ એસ.ટી. નિગમની બસમાં ગુજરાતની હદમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે, તેમજ દિવ્યાંગના સહાયકને એસ.ટી. બસમાં રાહત મળવાપાત્ર રહેશે. યોજના હેઠળ દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સાધન સહાય તેમજ અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ મળી શકશે. લાભ મેળવવા માટે દિવ્યાંગતા ટકાવારી/સિવિલ સર્જન/ નિષ્ણાંત તબીબનું આઈ-ક્યુ દર્શાવતું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

અરજીની ઉપર સ્ટેમ્પ સાઇઝનો ફોટો લગાવી તેવો જ બીજો ફોટો અરજીની સાથે સામેલ કરવો જરૂરી છે. અરજી સાથે રેશનકાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ, મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો, જન્મ પ્રમાણપત્ર, જાતિ, ગુજરાતના વતની હોવાનું, લોહી, ધંધા રોજગારનું પ્રમાણપત્ર અને અભ્યાસનું પ્રમાણપત્ર તેમજ દિવ્યાંગતાદર્શક કુલસાઇઝનો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો સાથે જોડવો આવશ્યક છે.

Advertisement

આ પણ વાંચો…Ambaji awas yojana: અંબાજી તેમજ આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને મધ્યમવર્ગના ગરીબ વિચરતી જાતિના પરિવારો માટે આવાસ યોજના

Gujarati banner 01