Danta panchayat offic

Candidates holding double post in Danta taluka: દાંતા તાલુકા માં યોજાયેલી ચુંટણીઓમાં ડબલ હોદ્દો ધરાવતાં ઉમેદવારો નાં સિંગલ હોદ્દા કરવાં ઉગ્ર માંગ,

Candidates holding double post in Danta taluka: મધ્યાહમ ભોજન જેવી સરકરી કામગીરી માં તેમજ આશા વર્કર તરીકે સરકારી ફરજો બજાવી રહેલાં ઉમદવારો ને સરકારી હોદ્દો અથવા સભ્ય પદે થી દુર કરવાં રજુઆતો કરાઇ,

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ જાન્યુઆરીઃ
Candidates holding double post in Danta taluka: દાંતા તાલુકા ની તાજેતાર માં યોજાયેલી 42 જેટલી ગ્રામ પંચાયત ની ચુંટણી શાંતી પુર્ણ માહોલ માં પરીપુર્ણ થયેલી હતી જેમાં અનેક સભ્યો જીત્યા બાદ વિવિધ પંચાયતો માં સભ્ય અને સરપંચ તરીકે નાં હોદ્દા ગ્રહણ કર્યા છે. ત્યારે સરકાર નાં નિતિનિયમો અનુસાર ને કાયદા ની જોગવાઇઓ મુજબ કોઇ પણ સભ્યો એક સાથે બે હોદ્દા ધારણ ન કરી શકે તેવી બાબત ને લઇ દાંતા તાલુકા નાં તોરણીયા, નવાવાસકૌંઠ, અમલોઇ, બામોદરા જેવા વિસ્તારો માં અનેક ચુંટાયેલાં સભ્યો પ્રાથમિક શાળાઓની મધ્યાહન ભોજન નાં સંચાલક તરીકે કે પછી આશાવર્કર તરીકે ફરજો બજાવી રહી છે. ને તેવાં સંચાલકો ને આશાવર્કરો તાજેતર માં યોજાયેલી ચુંટણી ઓમાં વિજેતા બની પંચાયતો માં પણ સભ્ય પદ નો હોદ્દો ગ્રહણ કર્યો છે.

ત્યારે આદીવાસી વિસ્તાર નાં જાગૃર્ત આગેવાન કપુરભાઇ બેગડીયા રહે.તોરણીયા વાળા એ દાંતા મામલતદાર સહીત દાંતા તાલુકા આરોગ્ય અધીકારી તેમજ તાલુકા વિકાસ અધીકારી ને લેખીત રજુઆતો કરવાં છતાં કોઇ પણ જાત નાં અસરકારક પરીણામો જોવા મળ્યાં નથી. ને જેને લઇ આ વિજેતા બનેલાં ઉમેદવરો બન્ને હોદ્દા ધારણ કરીને બેઠેલાં છે.

Candidates holding double post in Danta taluka: જો આવા લોકો નાં એક હોદ્દો દુર કરી એક હોદ્દા ઉપર જ રાખવામાં આવે તો આદીવાસી વિસ્તારનાં અન્ય બેરોજગારો ને રોજગારી મળી શકે ને સરકાર ની પરંપરા પણ જળાવાઇ રહે તે માટે અરજદારે તાત્કાલિક અસર થી આવી પંચાયતો ને શોધી ડબલ હોદ્દા ધરાવતાં સભ્યો ને એક હોદ્દા પર થી દુર કરવાં લેખીત માંગ કરી છે.

આ પણ વાંચો…Ambaji awas yojana: અંબાજી તેમજ આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને મધ્યમવર્ગના ગરીબ વિચરતી જાતિના પરિવારો માટે આવાસ યોજના

Gujarati banner 01