Earthquake

Earthquake in Kutch: કચ્છમાં ફરી એકવાર અનુભવાયા ભૂકંપના આંચકાઓ, વાંચો…

Earthquake in Kutch: વહેલી સવારે 7 વાગે ભચાઉ ખાતે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા

અમદાવાદ, 20 માર્ચ: Earthquake in Kutch: કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વહેલી સવારે 7 વાગે ભચાઉ ખાતે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. વારંવાર કચ્છમાં આ પ્રકારે ઘરા ધ્રુજી રહી છે.  

મળતી માહિતી મુજબ કચ્છના ભચાઉમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું એપી સેન્ટર ભચાઉથી 10 કિમી દૂર નોંધાયું હતું. જો કે આ ભૂકંપથી કોઈ જાનહાનિ નહોતી થઈ પરંતુ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોના જીવ જરુરથી તાળવે ચોંટી જાય છે. 

ગુજરાતમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. તેમાં પણ અમરેલી, સારવકુંડલા આસપાસ તેમજ ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા ભય પેઠો છે. ગઈકાલે નર્મદા જિલ્લામાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. 

આ વખતે ભૂકંપના કારણે કચ્છની ધરા ધ્રુજી છે. કચ્છમાં 2001ના ભૂકંપે લોકોમાં તારાજી સર્જી હતી. માનવ મૃત્યુથી લઈને અનેક નુકશાન વેઠવાનો વારો કચ્છને આવ્યો હતો.

27 ફેબ્રુઆરી આસપાસ લખપત પાસે આવ્યો હતો આંચકો

અગાઉ પણ ભૂકંપ અનુભવાયો હતો. કેન્દ્રબિંદું લખપતથી 62 કિલોમીટર દૂર હતું.  24 કલાક ગુજરાતમાં ભૂકંપથી બીજો આંચકો અનુભવાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની અંદર વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. અગાઉ દક્ષિણ ગુજરાતમાં ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા તેમાં પણ સૌથી વધુ અમરેલી જિલ્લા અને કચ્છમાં સૌથી વધુ વખત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: world sparrow day 2023: ચકો કહે આજે ચકી, લાગે છે કંઇક ખાસ!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો