Sparrow

world sparrow day 2023: ચકો કહે આજે ચકી, લાગે છે કંઇક ખાસ!

વિશ્વ ચકલી દિવસની શુભેચ્છા (world sparrow day 2023)

Banner Jignasha Joshi adi

world sparrow day 2023: ચકો ચકી ફરવા ચાલ્યા, લઈ હાથમાં હાથ.
સાથે હરતાં સાથે ફરતાં, કરતાં મીઠી વાત.

ચકો કહે આજે ચકી, લાગે છે કંઇક ખાસ!
દિવસ આજે નવો લાગે, નવો દેખાય ભાસ!

ચકી બોલી અરે ભૂલકા, ભૂલી ગયો તું કાંઈ?
ચકલી દિવસ આજે છે, તેની છે આજ નવાઈ.

Advertisement

ચકો બોલ્યો નવાઈ નથી, છે માનવની ભવાઈ.
વરસ આખું માળા તોડે ને આજે ખોટાં હરખાય.

પ્રેમ લાગણીના નામે આજે, મસ્કા છે મરાય.
વ્હોટસએપ ને ફેસબુકમાં, સ્ટેટસ પણ મુકાય.

કાલે કાઢશે આંગણેથી ને બારી બંધ કરાય.
સ્વચ્છતાના નામે આપણને તરછોડી કઢાય.

Advertisement

કહી દે આજે આ દુનિયાને, જરૂર નથી જરાય.
ખોટા દિવસ ઉજવીને ન વ્હાલ ખોટાં કરાય.

હોય સાચી લાગણી તો, દિલથી કરો સહાય.
દાણા નાંખી ચબૂતરે, કુંડા પાણીનાં ભરાય.

આ પણ વાંચો:World sparrow Day: જામનગરના અલગ અલગ સ્થળો પર લોકોને વિના મૂલ્યે ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું…

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો