ambaji student fairwell

Farewell program for standard 8 student: અંબાજીમાં આદિવાસી આશ્રમશાળા માં ધોરણ 8 ના બાળકોને વિદાય આપવાનો કાર્યક્રમ યોજયો

Farewell program for standard 8 student: અંબાજીમાં મજુર કલ્યાણ ટ્રસ્ટ,સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળા માં ધોરણ 8 ના બાળકોને વિદાય આપવાનો કાર્યક્રમ યોજયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 05 મે:
Farewell program for standard 8 student: ચાલુ વર્ષ આ આશ્રમશાળાના 29 બાળકોને વિદાય આપવાનો કાર્યક્રમ આજ તારીખ 5-5-2022 ના રોજ યોજવામાં આવ્યો. પૂર્વ સાંસદ (રાજ્યસભા) દિલીપભાઈ પંડયા આ સમારંભના મુખ્ય મહેમાન પદે હતા. આ વિદાય સમારંભ પ્રસંગે આ આશ્રમશાળાના આદિજાતિના તમામ 150 બાળકોના વાલીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધન કરતા દિલીપભાઈ પંડ્યાએ અંબાજીની આશ્રમશાળાની ઉત્તમ શિક્ષણ સુવિધાઓ અને આશ્રમશાળાના સુંદર વાતાવરણમાં શિક્ષણ લઇ જીવનમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.

તેઓએ આદિજાતિના બાળકો ના વાલીઓને ખાસ આગ્રહ કરી તમામ બાળકોને સારું શિક્ષણ આપવા માટે આવી આશ્રમશાળાઓ અને તે પછી સરકારની આદર્શ નિવાસી શાળાઓ, મોડેલ સ્કુલ, એકલવ્ય નિવાસી શાળાઓ નો લાભ લેવા અને જીવનમાં ખૂબ આગળ વધવા અનુરોધ કર્યું હતો. એ સિવાય પાટણ જિલ્લાના ગવર્મેન્ટ પિડર મિતેશભાઈ પંડયા તથા સિદ્ધપુરના જાણીતા વકીલ ઉર્વેશભાઈ પંડ્યા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આઇ.ટી.આઇ. ઇન્સ્ટ્રકટર જીગ્નેશભાઈ ગમાર તથા ફોરેસ્ટર કાળીબેન ગમાર (દાંતા વિસ્તરણ રેન્જ) એ ઉપસ્થિત રહી પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું.

Advertisement
Dilip Pandya, Farewell program for standard 8 student

આ પ્રસંગે મજુર કલ્યાણ ટ્રસ્ટ, સિદ્ધપુરના ટ્રસ્ટીઓ બંસીલાલ શાહ અને ઈશ્વરભાઈ પટેલે સંસ્થાનો વિસ્તૃત પરિચય આપી વિવિધ દાતાઓ અને શુભેચ્છકો ની સહાયથી જ આ સંસ્થામાં વિવિધ ભૌતિક સુવિધાઓ કરવામાં આવી છે તેનો સાંસદ દિલીપભાઈ પંડ્યાએ એમ.પી ગ્રાન્ટમાંથી અહીં વોટરસમ્પ,ઓવરહેડ ટાંકી,સોલાર સ્ટ્રીટ લાઈટ અને કોમ્પ્યુટર લેબ ના મકાન માટે કુલ રૂ.૧૭ લાખની સહાય આપી તે ઘણી આશીર્વાદરૂપ બની રહી છે.

આશ્રમ શાળાના ધોરણ 8 ના બાળકોને વિદાય (Farewell program for standard 8 student) આપતાં લેમીનેટ કરાવેલો ગ્રુપ ફોટો દરેકને સંસ્થા તરફથી આપવામાં આવ્યો.ધોરણ 8માં ઉત્તીર્ણ થયેલ પ્રથમ અને બીજા આવાનાર બે કુમાર અને બે કન્યાઓ દરેકને આ સંસ્થા તરફથી રૂ.600 પ્રમાણે શિષ્યવૃતિ દિલીપભાઈ પંડયા ના હસ્તે આપવામાં આવી. શિક્ષણમાં પ્રોત્સાહન માટે આ શિષ્યવૃત્તિ આ ચારેય જણ અન્ય શાળામાં અભ્યાસ કરી ધો-9 અને 10 માં ઉત્તીર્ણ થાય ત્યારે પણ આપવાનું ચાલુ રખાશે.

વિદાય થતાં બાળકોએ આ આશ્રમશાળામાં વિવિધ સારી સુવિધાઓ સાથે સારું શિક્ષણ મેળવ્યું તે તેમને સદાય યાદગાર રહેશે તેનો ઉલ્લેખ કર્યો હતો.વાલીઓને પણ અહીં બાળકોને સારી સંભાળ સાથે સરસ શિક્ષણ અપાય છે તેમ જણાવ્યું હતું આશ્રમશાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગતગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ માટે આશ્રમશાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને જહેમત લીધી હતી. આશ્રમશાળાના ડિમ્પલબેન એમ.રાવલે આભારવિધિ કરી હતી.

Advertisement

આ પણ વાંચો..Asani Cyclone: આસાની વાવાઝોડાના એંધાણ, આ બે રાજ્યો પર ખાસ જોવા મળશે અસર

Gujarati banner 01