Firing of illegally sending agents: અમેરિકા જવાની ઘેલછામાં હવે ગોળીઓ છૂટવા લાગી, કલોલમાં ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોનું ફાયરિંગ
Firing of illegally sending agents: ગેરકાયદે અમેરિકા મોકલવા 1.10 કરોડમાં ડીલ થઇ હતી ફાઇનલ
કલોલ, 05 ફેબ્રુઆરીઃ Firing of illegally sending agents: તાજેતરમાં કલોલના ડિંગુચાના એક પરિવારને કેનેડાની ધરતીમાં દફન થઇ જવાની ફરજ પડી હતી. એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે આ પરિવાર કેનેડાથી અમેરિકામાં ઘુસવાનું પ્રયાસ કરી રહ્યા હતા. કલોલ અને આસપાસના વિસ્તારોમાં એવા ઘણા એજન્ટો ફરતા હોય છે, કે જેઓ લાખો રૂપિયા લઇને લોકોને વિદેશમાં ગેરકાયદેસર રીતે મોકલવાનું કામ કરે છે. આ જ કિસ્સામાં એજન્ટોએ એક પાર્ટીએ અમેરિકામાં મોકલી આપી પરંતુ નક્કી કરેલા લાખો રૂપિયા ન મળતા તેના ઘરે જઇ ગોળીબાર કરવાની ચોંકાવનારી ઘટના બની છે. કલોલના મારુતિ બંગલોમાં એજન્ટો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ચાર શખ્સો પૈકી એકને સ્થાનિકોએ ઝાડપીને પોલીસના હવાલે કર્યો હતો.
કલોલના મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુભાઈ માણેકભાઈ પટેલના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરીકા જવાનુ કામ એજન્ટ બ્રહ્મભટ્ટ દેવમ(રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા ) અને રૂતવીક પારેખ (રહે. શાસ્ત્રીનગર, નારણપૂરા) આપવામાં આવ્યુ હતુ. જેમાં પટેલ પરિવારના 2 સભ્યોને બ્રહ્મભટ્ટ દેવમ કલોલથી દિલ્લી અને દિલ્લીથી અમેરીકા લઈ જવાનુ કહી શુક્રવારે જ કલોલથી દિલ્હી ગયો હતો.
દિલ્હી લઈ ગયા પછી એજન્ટ દ્વારા એવુ કહેવામાં આવ્યું કે, પહેલા પૈસા બતાવવા પડશે. અને 10 લાખ આપવા પડશે. બાદમાં દેવમ પોતાની ગાડીમાં દંપતીને એરપોર્ટ પર મૂકીને વિષ્ણુભાઈ સાથે ઘરે આવ્યો હતો. જેની સાથે ત્રણ ઈસમો પણ આવ્યા હતા.
દિલ્હીથી એજન્ટે પોતાના ત્રણ માણસો માણસોને કલોલ સ્થિત વિષ્ણુભાઈના ઘરે ( મારુતિ બંગલો ) મોકલ્યા હતા. જેમાં રેયાંન નામનો ઈસમ પણ હતો. ઘરમાં પટેલ વિષ્ણુભાઈ માણેકભાઈ, વિષ્ણુભાઈના પત્ની તેમનો બાબો અને બેબી હાજર હતા. આ શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યા પછી પૈસા બતાવવાની વાત થઈ તો વિષ્ણુભાઈએ ત્રણેયને પૈસા બતાવી પાછા મૂકી દીધા હતા.
પૈસા પાછા મૂકી દેતા અચાનક ત્રણમાંથી એક શખ્સે લૂંટના ઇરાદે બંદૂક કાઢી જમીન પર ફાયરિંગ કર્યું હતું. જમીન ઉપર ફાયરિંગ કરેલી ગોળી જમીનને ટકરાઈને સામે સોફામાં વાગી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ત્યારે અવાજ થતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને ત્રણ પૈકી એકને ઝડપી લીધો હતો. જોકે, બે શખ્સો ભગવામાં સફળ રહ્યા હતા. પકડાઈ ગયો તેનુ નામ પરેખ રુતવિક જેને પોલીસે કસ્ટડીમાં લઈ આગળ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ lata mangeshkar condition critical: લતા મંગેશકરની તબિયત વધુ બગડી, ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા
અમેરિકા પહોંચ્યા પછી પૈસા ચૂકવવાની વાત થઇ
વિષ્ણુભાઇના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલવા માટે 1 કરોડ 10 લાખ નક્કી થયા હતા. જેનાં પગલે શુક્રવારે દંપતી અમદાવાદથી દિલ્હી થઈ અમેરિકા જવા રવાના થયું હતું. એટલે નક્કી થયા મુજબ એજન્ટ 10 લાખ લેવા માટે ત્રણ ઈસમો સાથે વિષ્ણુ ભાઇના ઘરે પહોંચ્યો હતો. જોકે વિષ્ણુ ભાઈએ 10 લાખ ભરેલી બેગ બતાવીને કહેલું કે આપણે અમેરિકા પહોંચ્યા પછી પૈસા ચૂકવવાની વાત થયેલી. જેનાં કારણે મામલો બિચક્યો હતો. અને ઋત્વિક નામના એજન્ટ સાથે આવેલ રૈયાન નામના ઈસમે કમરમાંથી રિવોલ્વર કાઢીને વિષ્ણુભાઈ સામે તાકી દીધી હતી. હજી વિષ્ણુભાઈ કઈ સમજે એ પહેલાં જ રૈયાને ફાયરીંગ કર્યું કર્યું હતું.
ગેરકાયદેસર અમેરિકા ઘુસાડવાનાં કૌંભાંડની તપાસ
જોકે, સદનસીબે વિષ્ણુભાઈ ખસી જતાં ગોળી તેમના પગ નજીકથી પસાર થઈ સોફામાં ખૂંપી ગઈ હતી. બાદમાં વિષ્ણુભાઈએ બૂમાબૂમ કરતા પાડોશીઓ આવી ગયા હતા. એટલામાં રૈયાન તેના ત્રણ માણસો સાથે ટુ વ્હીલર પર ભાગી ગયો હતો. જ્યારે ઋત્વિકને લોકોએ પકડી લીધો હતો. અને પોલીસને સોંપ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર અમેરિકા ઘુસાડવાનાં રેકેટ અંગે તપાસમાં લાગી ગઈ છે.
