money 7th pay commission

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

7th Pay Commission: મોંઘવારી ભથ્થા માટે 12 મહિનાનો સરેરાશ સૂચકાંક 34.04% (મોંઘવારી ભથ્થું) ની સરેરાશ સાથે 351.33 છે

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરીઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશ ખબર આવી છે. લાંબી રાહ જોયા બાદ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો નક્કી થઈ ગયો છે. હવે કર્મચારીઓ અને પેન્શનર્સને 34% ના હિસાબે મોંઘવારી ભથ્થુ મળશે. ઔદ્યોગિક શ્રમિકો માટે ગ્રાહક ભાવ સૂચકાંકના ડિસેમ્બર 2021ના સૂચકાંકમાં એક સંખ્યાઓની અછત થઈ છે. મોંઘવારી ભથ્થા માટે 12 મહિનાનો સરેરાશ સૂચકાંક 34.04% (મોંઘવારી ભથ્થું) ની સરેરાશ સાથે 351.33 છે. જો કે, મોંઘવારી ભથ્થું હંમેશા પૂર્ણાંકમાં આપવામાં આવે છે. એટલે કે, જાન્યુઆરી 2022 થી, કુલ મોંઘવારી ભથ્થું 34% નક્કી કરવામાં આવ્યું છે.

જાણો ક્યારે થશે એલાન

આ સમયે કર્મચારીઓને 31% મોંઘવારી ભથ્થુ પહેલાથી મળી રહ્યુ છે પરંતુ જાન્યુઆરી 2022થી 3% અને મોંઘવારી ભથ્થાનુ ફાયદો મળશે. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર બેઝિક સેલરી પર જ મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવામાં આવે છે. આશા છે કે માર્ચમાં આનુ એલાન થઈ શકે છે. ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગી છે અને તેથી સરકાર આનુ એલાન કરશે નહીં.

આ પણ વાંચોઃ Firing of illegally sending agents: અમેરિકા જવાની ઘેલછામાં હવે ગોળીઓ છૂટવા લાગી, કલોલમાં ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોનું ફાયરિંગ

ડિસેમ્બરમાં AICPI-IWમાં આવ્યો ઘટાડો

ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયથી 50 લાખ કરતા કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને ફાયદો થશે. જે બાદ હવે આગામી મોંઘવારી ભથ્થાની ગણના જુલાઈ 2022માં કરવામાં આવશે. ડિસેમ્બર 2021 માટે AICPI-IW (All India Consumer Price Index for Industrial Workers) ના આંકડા જારી કરી દેવાયા છે. આ આંકડા અનુસાર, ડિસેમ્બરમાં આ આંકડો 0.3 ઘટાડીને 125.4 પર રહ્યો. નવેમ્બરમાં આ આંકડો 125.7 પર હતો અને ડિસેમ્બરમાં 0.24 % નો ઘટાડો આવ્યો છે પરંતુ આનાથી મોંઘવારી ભથ્થામાં વધારાની કોઈ અસર થઈ નથી. લેબર મિનિસ્ટ્રીના AICPI IW ના આંકડા આવ્યા બાદ એ નક્કી થઈ ગયુ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધશે.

Gujarati banner 01