lata mangeshkar

lata mangeshkar condition critical: લતા મંગેશકરની તબિયત વધુ બગડી, ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા

lata mangeshkar condition critical: છેલ્લા 27 દિવસથી તેઓ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

બોલિવુડ ડેસ્ક, 05 ફેબ્રુઆરીઃ lata mangeshkar condition critical: સ્વર કોકિલા અને ભારત રત્ન 92 વર્ષની લતા મંગેશકરની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે. છેલ્લા 27 દિવસથી તેઓ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા દિવસે તેમને વેન્ટિલેટર સપોર્ટથી હટાવી લેવાયા હતા, પરંતુ આજે ખબર છે કે એકવાર ફરીથી લતા દી ની તબિયત બગડી ગઈ છે. તેમણે ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરી દેવાયા છે. કોરોના અને નિમોનિયાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડોક્ટર અને તેમની ટીમ સતત લતા દી ના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખી રહ્યા છે. એકવાર ફરી લતા દી ની તબિયત બગડી તો તેમને તાત્કાલિક ડોક્ટર્સે વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા. ડોક્ટર્સની એક ટીમ 24 કલાક તેમની સારવાર માટે હોસ્પિટલમાં હાજર છે.

બોલીવુડના દિગ્ગજ સિંગર લતા મંગેશકરને 6-7 દિવસ પહેલા જ ડોક્ટર્સે વેન્ટિલેટર સપોર્ટથી હટાવ્યા હતા. ત્યારે ડોક્ટરે જણાવ્યુ કે તેમના સ્વાસ્થ્યમાં સુધાર છે, તેથી તેમને વેન્ટિલેટર સપોર્ટથી હટાવાયા છે, પરંતુ તેઓ આઈસીયુમાં મેડિકલ ઓબ્ઝર્વેશનમાં છે.

આ પણ વાંચોઃ Mukesh ambani buy most expensive car: મુકેશ અંબાણીએ ખરીદી ભારતની સૌથી મોંઘી કાર Rolls-Royce SUV, 12 લાખ આપીને લીધો આ નંબર

Gujarati banner 01