JMC Jalaram relief kit

Flood affected: જામનગર વોર્ડ નંબર 2 જલારામ મંદિર ખાતે પૂર અસરગ્રસ્તો ને સહાય વિતરણ કરાઇ

Flood affected: વિવિધ દાતાઓ દ્વારા અસરગ્રસ્તો ને રોકડ તેમજ રાશનકીટ આપવામાં આવી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ સપ્ટેમ્બર:
Flood affected: તાજેતર માં જામનગરમાં આવેલા ભારે વરસાદ થી શહેર ના અનેક વિસ્તારો માં તારાજી સર્જાઈ છે ત્યારે વોર્ડ નંબર 2 માં જલારામ મંદિર નજીક આવેલા જલારામ નગરમાં અનેક પરિવારો ભારે વરસાદ થી મુશ્કેલી માં મુકાયા હતા આ અસરગ્રસ્ત પરિવારો ને અલગ અલગ દાતાઓ દ્વારા સહાય કરવામાં આવી હતી

Flood affected

 જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી વજુભાઈ પાબારી, ભરતભાઇ મોદી તેમજ આ વિસ્તાર ના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા અસરગ્રસ્તો ને રાશન કીટ નું વિતરણ કરાયું હતું જેના દાતા સૌરાષ્ટ્ર કેલસાઈન બોસાઇટ એન્ડ એલઆઇડ ઇન્ડસ્ટ્રિઝ હસ્તે વજુભાઈ પાબારી, બાપભાઈ લાલ પરિવાર હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટ હસ્તે જીતુભાઈ લાલ તેમજ લોહાણા મહાજન જામનગર બારાડી લોહાણા મહાજન સેવા ટ્રસ્ટ તેમજ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્તો (Flood affected) ને રૂપિયા દસ હજાર રોકડ તેમજ એક માસ ચાલે તેટલું રાશન આપવામાં આવ્યું હતું આ તકે અસરગ્રસ્તો એ દાતા પરિવાર નો આભાર માન્યો હતો   

આ પણ વાંચો…Night curfew relief: રાત્રિ કરફયુની સમય મર્યાદા હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.

Whatsapp Join Banner Guj