Foreign liquor seized in gujarat: ગુજરાતમાં દારુની રેલમછેલ, અહીંથી ઝડપાયો લાખોનો વિદેશી દારુ
Foreign liquor seized in gujarat: અડાલજના વૈભવી બંગલામાં દરોડો પાડી લાખોનો વિદેશી દારુ ઝડપાયો
અમદાવાદ, 03 ડીસેમ્બર: Foreign liquor seized in gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત તેમજ ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા લીસ્ટેડ બુટલેગર તેમજ અન્ય ગુનાહિત પ્રવૃતિઓ કરનાર પર હાલ પોલીસની બાજ નજર છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે અડાલજના વૈભવી બંગલામાં દરોડો પાડીને વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમાની સુચના મુજબ પોલીસ અધિકારી તરુણ દુગ્ગલને દરોડા પાડવાની જરૂરી સુચના કરી હતી. જે અંતર્ગ એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી વાળાની સુચનાના આધારે એલસીબીની મહિલા ટીમે અડાલજ સુદર્શન સોસાયટીની પાછળ આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાાંથી ગેરકાયદે ભારતીય બનાવટની વિદેશી દારુની 23,712 બોટલ જે 20,15,520નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ ઉપરાંત વિશાલ પટેલ તથા સિદ્ધાર્થ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે એલસીબીનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બંગલો વિશાલ પ્રમોદભાઈ પટેલનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવી છે. જેને અડાલજ ખાતે અંબિકા ટાયરની દુકાન હોવાની વિગતો મળી છે. બંને આરોપીઓ વોન્ટેડ છે. ત્યારે સિદ્ધાર્થ એક રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે સારો એવો ઘરોબો ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.