PM Modi

Gujarat election campaign: ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર પડઘમ આજે થશે શાંત, PM મોદીએ કરી અધધ આટલી રેલીઓ..

  • પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું
  • PM મોદીએ કરી 31 રેલીઓ..

Gujarat election campaign: બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે

ગાંધીનગર, 03 ડીસેમ્બર: Gujarat election campaign: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થશે. ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 93માંથી ભાજપે 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી. બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે.

અગાઉ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. તો કેટલીક જગ્યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 13 અનુસૂચિત જાતિ માટે, 27 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ વખતે રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, 8મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે.

આ પણ વાંચો: JNU brahmin issue: JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા- ટુકડે-ટુકડે…

Gujarati banner 01