Banner

Girl caught with a fake passport traveling to london: અમદાવાદ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ બનાવી લંડન જતી યુવતી પકડાઈ, વાંચો વિગતે…

Girl caught with a fake passport traveling to london: યુવતીએ પાસપોર્ટ દમણના એક એજન્ટને રૂ. 50 લાખ આપીને બનાવ્યો હતો

અમદાવાદ, 03 ડીસેમ્બર: Girl caught with a fake passport traveling to london: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની લંડન જતી ફલાઈટથી પોરબંદરની એક યુવતીને નકલી પાસપોર્ટ પર પકડી લીધી છે. જે પાસપોર્ટ તેણે દમણના એક એજન્ટને રૂ. 50 લાખ આપીને બનાવ્યો હતો. નવાઇની વાત એ છે કે આજ યુવતીના માતા-પિતા મુંબઇ એરપોર્ટ પર નકલી પાસપોર્ટ પર પકડાતા તેમની પૂછપરછમાં તેની દીકરી પણ અમદાવાદથી આવવાની હોવાનું જણાવ્યું હતું.

એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે પાસપોર્ટ ચેક કરતા તેની પાસે ઇ કેટેગરીનો પાસપોર્ટ હતો. જે ઓછું ભણેલા હોય તેમને આપવામાં આવે છે, જેની પાસે આધાર કાર્ડ ચેક કરતા અંજના કિરણ (રહે, મહારાષ્ટ્ર)નું હતું જે આધાર કાર્ડ પર ફોન્ટ નાના અને ફોટો તાજેતરમાં લાગેલો હોવાની શંકા જતા ક્યુઆર કોડ સ્કેન થયો નહોતો. પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કરતા આ પાસપોર્ટ પર એફઆરઆરઓ મુંબઇ તરફથી એલઓસી ઓપન કરતા જેમા ખોટા નામ, ખોટી જન્મતારીખ હતી પાસપોર્ટ બોગસ હોવાનું જણાયું હતું.

પેસેન્જર પાસે બીજું આઇડી માગતા તેણેે મોબાઇલમાં પોતાનો પોર્ટુગીસ પાસપોર્ટ બતાવ્યો હતો જે પાસપોર્ટ કિરણ ગુરિયા નામનો હતો, તે પાસપોર્ટ ઇમિગ્રેશન સિસ્ટમમાં ચેક કરતા કિરણ ગુરિયાના નામે પણ એક જૂનો ભારતીય પાસપોર્ટ જે દમણ નો મળી આવેલ તેના પર સંપર્ક કરતા તેણે કિરણ ગુરિયા માન્ચેસ્ટર બ્રિટનની તરીકે ઓળખ આપી હતી. પાસપોર્ટ દમણના એજન્ટ શહેજાદને 50 લાખ આપી બનાવ્યો હતો.

આ પણ વાંચો: Foreign liquor seized in gujarat: ગુજરાતમાં દારુની રેલમછેલ, અહીંથી ઝડપાયો લાખોનો વિદેશી દારુ

Gujarati banner 01