Alpesh kathiria

Former BJP corporator Sonalben joined Aam Aadmi Party: ભાજપના સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા

Former BJP corporator Sonalben joined Aam Aadmi Party: ભાજપના સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન ચુડાસમા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા

  • Former BJP corporator Sonalben joined Aam Aadmi Party: અલ્પેશ કથીરિયાએ ટોપી અને ખેસ પહેરાવીને સોનલબેનનું ઉષ્મા ભેર સ્વાગત કર્યું.
  • 25 વર્ષ ભાજપને આપ્યા હોવા છતાં આજે સોનલબેન દુઃખની લાગણી અનુભવે છે: અલ્પેશ કથીરિયા
  • પહેલા ભાજપની જે વિચારધારા હતી તે આજે રહી નથી, માત્ર ઇજારાશાહી અને હિટલરશાહીનું વાતાવરણ છે: અલ્પેશ કથીરિયા
  • ગુજરાતમાં વેપારીઓમાં ડરનો માહોલ છે, એ ડરનો માહોલ દૂર કરવા માટે ‘આપ’ કોશિશ કરી રહી છે: અલ્પેશ કથીરિયા
  • અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ પ્રભાવિત થઈને અને ગુજરાતમાં બદલાવ લાવવા માટે સોનલબહેન આમ આદમી પાર્ટીમાં જોડાયા: અલ્પેશ કથીરિયા

અમદાવાદ, 26 નવેમ્બર: Former BJP corporator Sonalben joined Aam Aadmi Party: આમ આદમી પાર્ટીના વરાછા રોડ વિધાનસભા ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એક મહત્વપૂર્ણ માહિતી આપતા મીડિયાને જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માત્ર 5 દિવસ બાકી છે. છેલ્લા છ મહિનાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો સતત દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને કાર્યકરોની આ મહેનત રંગ લાવી રહી છે. આજે લોકો આમ આદમી પાર્ટીને એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે. દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે.

અન્ય પાર્ટીના કાર્યકરો, આગેવાનો, સેવાભાવી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતની શિક્ષા માટે, બાળકોના ભવિષ્ય માટે, સારી પરિસ્થિતિ માટે, સારા વિકાસ માટે, સારા પરિવર્તન માટે, સારા મોડલ માટે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માટે આ પરિવર્તનની મુહિમમાં લોકો આમ આદમી પાર્ટીને સાથ આપી રહ્યા છે.

આ પણ વાંચો:PSLV-C54 mission launched into space: ઈસરોએ નવ ઉપગ્રહો સાથે PSLV-C54 મિશન અવકાશમાં લોન્ચ કર્યું. જુઓ વિડીયો

Advertisement

આ કડીમાં આજે વધુ એક નામ જોડાયું છે. ભાજપના સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન નરેશભાઈ ચુડાસમા આમ આદમી પાર્ટીમાં જોડાયા વિધિવત રીતે જોડાયા. સોનલબહેન મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. સોનલબહેન 2000 થી 2005 સુધી ભાજપના કોર્પોરેટર તરીકે સાવરકુંડલાના વોર્ડ નંબર છ માં સેવા આપતા હતા. 25 વર્ષ ભાજપને આપ્યા હોવા છતાં આજે સોનલબેન દુઃખની લાગણી અનુભવે છે. પહેલા ભાજપની જે વિચારધારા હતી તે આજે રહી નથી,

માત્ર ઇજારાશાહી અને હિટલરશાહીનું વાતાવરણ છે. વેપારીઓ ડરી રહ્યા છે ઉદ્યોગપતિઓ અને ધમકાવવામાં આવી રહ્યા છે બહારના દેશના સીએમ, પીએમ આવે છે ત્યારે ત્યાંના લોકોને, કારીગરોને તેમની સભાઓમાં, સરઘસમાં મોકલવામાં આવે છે. સામ, દામ, દંડ ભેદની નીતિથી વેપારીઓમાં ડર છે. એ ડરનો માહોલ દૂર કરવા માટે ‘આપ’ની ટીમ મજબૂતાઈથી કામ કરી રહી છે. અલ્પેશ કથીરિયાએ ટોપી અને ખેસ પહેરાવીને સોનલબેનનું ઉષ્મા ભેર સ્વાગત કર્યું હતું.

સોનલબહેન અરવિંદ કેજરીવાલજીના વિચારો અને દિલ્હી સરકારના શાનદાર કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓનું માનવું છે કે આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે, જે સાચા અર્થમાં ગુજરાત અને દેશને વિશ્વમાં નંબર વન બનાવી શકે છે. સોનલબહેનને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામો કર્યા છે તે જ પ્રકારના કામો ગુજરાતમાં પણ કરશે. (પ્રેસ નોટ આમ આદમી પાર્ટી)

Advertisement
Gujarati banner 01