EVM

Process of verifying-sealing the EVM machines start: ચુંટણી માટે વીવીપેટ મશીનો સાથે ઈવીએમ મશીનો ની ખરાઈ કરીને સીલ કરવાની કામગીરીનો પ્રારંભ

  • ચૂંટણી ફરજ પર જનાર તમામ કર્મચારીઓ માટે બેલેટ પેપર થી મતદાન કરવા આવ્યુ

Process of verifying-sealing the EVM machines start: દાંતા 10 વિધાનસભા બેઠકની ચુંટણી માટે વીવીપેટ મશીનો સાથે ઈવીએમ મશીનો ની ખરાઈ કરી ને સીલ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો

અંબાજી, 26 નવેમ્બર: Process of verifying-sealing the EVM machines start: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે નું મતદાન આગામી 5 ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ચુંટણી વહીવટી પોતાની કામગીરીની આખરી ઓપ આપી રહ્યુ છે. દાંતા 10 વિધાનસભા બેઠકની ચુંટણી માટે વીવીપેટ મશીનો સાથે ઈવીએમ મશીનો ની ખરાઈ કરી ને શીલ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. દાંતા વિધાનસભા માટે 44 ઝોનલ અધીકારીઓ ને 1520 જેટલા વીવીધ કર્મચારઓ ને ચુંટણી લક્ષી તાલીમ આપવામાંમ આવી હતી.

એટલુજ નહી આ તમામ કર્મચારીઓ ચુંટણી પ્રક્રીયામાં રોકાયેલા રહેનાર હોવાથી પોતાના વિસ્તાર મા પોતાનો મત આપી શકે નહી. તેમાંટે ચૂંટણી ફરજમાં રોકાયેલા હજારોની સંખ્યામાં અધિકારીઓને કર્મચારીઓ 5 ડિસેમ્બરે પોતાની ફાળવેલી જગ્યાએ ચૂંટણી ફરજ ઉપર રહેશે. તેને લઈ ચૂંટણી પાંચ દ્વારા ચૂંટણી ફરજ માં રોકાયેલા અધિકારી અને કર્મચારીઓ સહીત ના પ્રિસાઇડીંગ ઓફિસર પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ ઑફિસરત તેમજ પોલીસ સ્ટાફ ના લોકો આજે પોતાનું મત આપવાની કામગીરી શરુ કરી છે.

જોકે જનરલ 5 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં મતદારો માટે EVM મશીન નો ઉપયોગ થઇ શકે છે ત્યારે આજે ચૂંટણી ફરજ પર જનાર તમામ કર્મચારીઓ માટે બેલેટ પેપર થી મતદાન કરવા આવ્યુ હતુ જે આવતી કાલે પણ મતદાન ચાલુ રહેશે….. દાંતા -10 વિધાનસભા બેઠક પર ચૂંટણી કામગીરી માં રોકાયેલા તમામ કર્મચારીઓ એ આજે આદર્શ નિવાસી સ્કૂલ ખાતે ગોઠવાયેલા આ વિવિધ ફેસીલીટેશન સેન્ટરો ઉપર પોતાનું મતદાન કર્યું હતું.

Advertisement

જેમાં દાંતા-10 વિધાનસભા બેઠકમાં 1500 ઉપરાંત કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એટલુજ નહી તમામ મતદારો પોતાને મળેવા મતાધીકાર નો 100 ટકા ઉપયોગ કરી આ ચુંટણી અવસર ને મનાવવામાં આને તેવી સિદ્ધિ વર્મા (ચૂંટણી અધિકારી, દાંતા વિધાનસભા બેઠક) દાંતા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Train number change: પશ્ચિમ રેલવેએ વલસાડ-વડનગર ઇન્ટરસિટીને નવા ટ્રેન નંબર સાથે સુપરફાસ્ટ ટ્રેનમાં બદલવાનો નિર્ણય લીધો, જાણો…

Gujarati banner 01

Advertisement