Gujarat farmer: ગુજરાતના ખેડૂતો માટે રુપાણી સરકારે લીધો હિતકારી નિર્ણય- વાંચો વિગત
રાજ્યના ખેડૂતો(Gujarat farmer)ને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે
ગાંધીનગર, 06 જુલાઇઃGujarat farmer: કોરોનાની મહામારી બાદ વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકશાન થયુ હતુ . જેના કારણે ખેડૂતો માટે સરકારની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના હિતમાં રુપાણી સરકારે મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે.
- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કિસાન હિતકારી વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય
- રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતો(Gujarat farmer)ને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે
- હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
- આમ હવે રાજ્યના ખેડૂતો(Gujarat farmer)ને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.

આ પણ વાંચોઃ યુગાન્ડા ના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.Grace Akelloએ ગાંધીનગરમાં CM રૂપાણી સાથે મુલાકાત કરી