Yuganda HC Ms.Grace Akello

યુગાન્ડા ના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.Grace Akelloએ ગાંધીનગરમાં CM રૂપાણી સાથે મુલાકાત કરી

Ms.Grace Akello: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ એસ એમ ઇ સેકટર ની સહભાગિતા અને યુગાન્ડામાં એમ એસ એમ ઈ સેકટર માં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા

ગાંધીનગર, 06 જુલાઇઃMs.Grace Akello: ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ એસ એમ ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ એસ એમ ઇ સેકટર ની સહભાગિતા અને યુગાન્ડા (Ms.Grace Akello)માં એમ એસ એમ ઈ સેકટર માં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો માં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી એ યુગાન્ડા (Ms.Grace Akello)ના હાઈ કમિશનર ની ટીમ ને ગુજરાતના એમ એસ એમ ઇ કમિશનરેટ ની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.


ખાસ કરીને ગુજરાત માં એમ એસ એમ ઇ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન નો જે નવિન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમ એસ એમ ઇ સેકટર દ્વારા મોટાપાયે રોજગારી ની તકો ની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રી એ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી.
વિજય ભાઈ રૂપાણી એ યુગાન્ડા(Ms.Grace Akello) આફ્રિકા ભારત ના પુરાતન પ્રવાસન સંબંધો ની યાદ પણ તાજી કરી હતી.


ઉદ્યોગ ના અધિક મુખ્યસચિવ રાજીવ કુમાર ગુપ્તા મુખ્યમંત્રી ના સચિવ અશ્વિની કુમાર ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા એમ એસ એમ ઇ કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષ બિ ના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા

Ms.Grace Akello

આ પણ વાંચોઃ case of treason: 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાના સિક્કા સ્વિકારશો નહી તો થશે રાજદ્વોહનો કેસ, મેજિસ્ટ્રેટએ જનતાને આપી ચેતવણી