Hardik patel

Hardik Patel Action:ટ્વિટર દ્વારા હાર્દિકે નારાજગી કરી જાહેર, કર્યું આ કામ- વાંચો વિગત

Hardik Patel Action: હાર્દિક પટેલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી કૉંગ્રેસનું પદ (કાર્યકારી અધ્યક્ષ) હટાવી દીધું છે

ગાંધીનગર, 02 મેઃHardik Patel Action: છેલ્લા કેટલાક સમયથી કૉંગ્રેસ પાર્ટીથી નારાજ હાર્દિક પટેલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી કૉંગ્રેસનું પદ (કાર્યકારી અધ્યક્ષ) હટાવી દીધું છે. હાર્દિક પટેલ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ છે અને ઘણા સમયથી તેઓ કૉંગ્રેસની કાર્યશૈલી અંગે મીડિયા સમક્ષ બોલતા રહ્યા છે.

હાર્દિક પટેલ પક્ષથી ‘નારાજ હોવાથી તેઓ કૉંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે’, એવી મીડિયામાં અટકળો પણ ચાલતી રહે છે. ત્યારે હવે તેમણે ટ્વિટર હેન્ડલ પરથી કાર્યકારી અધ્યક્ષનું પદ કાઢી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

1651490645 4846

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં હાર્દિક પટેલના પિતાની પૂણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાર્દિકે કૉંગ્રેસ સહિત ભાજપના નેતાઓને પણ આમંત્રિત કર્યા હતા.

આ પણ વાંચોઃ PM Modi Europe visit: આજથી પીએમ મોદી 3 દિવસની 3 યૂરોપીય દેશોની યાત્રાએ, ભારતીયોને કરશે સંબોધિત

આ પણ વાંચોઃ Man will marry 2 women: એક જ યુવકના બે યુવતીઓ સાથે એક જ મંડમમાં લગ્ન કરશે- વાંચો શું છે મામલો?

Gujarati banner 01