PM Modi Europe visit

PM Modi Europe visit: આજથી પીએમ મોદી 3 દિવસની 3 યૂરોપીય દેશોની યાત્રાએ, ભારતીયોને કરશે સંબોધિત

PM Modi Europe visit: આજે PM બર્લિન પહોંચશે અને સૌથી પહેલા જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત કરી બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે

નવી દિલ્હી, 02 મેઃ PM Modi Europe visit: પીએમ મોદી 2 થી 4 મેના રોજ પોતાની આ યાત્રામાં ત્રણ યૂરોપીય દેશ જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસ જશે. આજે તેઓ બર્લિન પહોંચશે અને સૌથી પહેલા જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત કરી બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

ઈન્ડો-નોર્ડિક કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ભારતીયોને પણ સંબોધિત કરશે. છેલ્લે PM મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. આ દરમિયાન યુક્રેનને લઈને ચર્ચા થઈ શકે છે.

ત્રણ દેશોના પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું છે કે મારી યુરોપની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘હું અમારા યુરોપિયન ભાગીદારો સાથે સહયોગની ભાવનાને મજબૂત કરવા ઈચ્છું છું, જેઓ ભારતની શાંતિ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.’

PMOએ વડાપ્રધાન મોદીને ટાંકીને કહ્યું કે, ‘2021માં ભારત-જર્મની રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થયા છે. વધુમાં, અમે વર્ષ 2000 થી વ્યૂહાત્મક ભાગીદાર પણ છીએ. હું ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરીશ. જર્મન ચાન્સેલર અને હું અમારા ઉદ્યોગ સહયોગ માટે બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગને પણ સંબોધિત કરીશું.

ઉલ્લેખનીય છે કે, કે યુરોપ ખંડમાં ભારતીય મૂળના 10 લાખથી વધુ લોકો રહે છે. તેમાંથી મોટી સંખ્યામાં જર્મનીમાં રહે છે. એટલા માટે પીએમ મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.

આ પણ વાંચો- The Summer Carnival: ઉદ્યોગ ક્ષેત્રમાં નવુ સાહસ કરતી મહિલાઓને પ્લેટફોમ આપવા ધ સમર કાર્નિવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ Man will marry 2 women: એક જ યુવકના બે યુવતીઓ સાથે એક જ મંડમમાં લગ્ન કરશે- વાંચો શું છે મામલો?

Gujarati banner 01