Ambaji darshan aarti time change: અંબાજી દર્શન કરવા જતાં પહેલાં જાણી લો આરતી અને દર્શનના સમય માં થયેલો બદલાવ

Ambaji darshan aarti time change: અંબાજી મંદિર માં થતી આરતી હવે ત્રણ સમય કરવા માં આવશે…. મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકે બંધ થશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 મે:
Ambaji darshan aarti time change: યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્ત ના સમય માં ફેરફાર થતા અંબાજી મંદિર માં આવતા યાત્રીકો ની સગવડતા ખાતર નીજ મંદિર ના દર્શન આરતી ના સમય મા ફેરફાર કરવા માં આવ્યો છે એટલુજ નહી અંબાજી મંદિર માં આવતીકાલ તારીખ 3 મે મંગળવારના અખાત્રીજ થી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવા માં આવશે.

જેમા બપોર ની આરતી વધારાની કરવા મા આવશે માનવા માં આવે છે કે હાલની કાળ ઝાળ ગરમી માં માતાજી ને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા ને શણગાર બદલાતા હોવા થી આરતી ત્રણ સમય કરવા માં આવશે જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકૈ બંધ થશે યાત્રીકો મંદિર માં સવારે માતાજી બાલ્યા અવસ્થા .બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થા ના દર્શન થશે તેમ મંદિર ના ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરે જણાવ્યુ હતુ

Ambaji darshan aarti time change


(દર્શન આરતી નો સમય)Ambaji darshan aarti time change

  • સવારે આરતી 7.00 થી 7.30
  • સવારે દર્શન 7.30 થી 10.45
  • બપોરે આરતી 12.30 થી 1.00
  • બપોરે દર્શન 1.00 થી 4.30
  • સાંજે આરતી 7.00 થી 7.30 સુધી અને
  • સાંજે દર્શન 7.30 થી રાત્રી ના 9.00 સુધી ખુલ્લા રહેશે

અંબાજી મંદિર માં થતી આરતી હવે ત્રણ સમય કરવા માં આવશે……..

દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવા થી આરતી ત્રણ સમય કરવા માં આવશે………………

સવારે માતાજી બાલ્યા અવસ્થા .બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થા ના દર્શન થશે……..

આ પણ વાંચો..Rajkot division: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *