Income Tax Raid In Rajkot: રાજકોટના ઇતિહાસમાં મોટી ઇન્કમટેકસ રેડ, વાંચો વિગતે…
Income Tax Raid In Rajkot: ITના સરવેમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા
રાજકોટ, 17 જુલાઈઃ Income Tax Raid In Rajkot: રાજકોટમાં આવકવેરા વિભાગના જ્વેલર્સને ત્યાં સરવેને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ITના સરવેમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે પાપ્ત વિગતો મુજબ 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છ દિવસ સુધી 32 જેટલા સ્થળોએ તપાસ ચાલી રહી હતી અને અનેક મિલકત સબંધી ફાઇલો પણ મળી આવી છે તેને લઇને તપાસ હાથ ધરાઇ હતી. IT વિભાગ દ્રારા પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
રાજકોટમાં જવેલર્સ અને બિલ્ડર ગ્રુપમાં આવકવેરા વિભાગની તવાઈ ચાલી રહી છે. જેમાં શિલ્પા, રાધિકા અને જે.પી જવેલર્સમાં IT વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. આ ITના મેગા ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બેનામી મિલકત મળી આવી છે.
3 જવેલર્સ મળી અંદાજીત 850 કરોડના બેનામી મિલકત મળી આવી છે તેવી વિગતો ધ્યાને આવી છે. શિલ્પા જવેલર્સમાંથી અંદાજે 500 કરોડના બિન હિસાબી વ્યવહાર મળી આવ્યા છે. જે પી અને રાધીકા જવેલર્સમાં પણ તપાસ દરમિયાન બેનામી મિલકત મળી આવી છે
આ પણ વાંચો…. Rajkot division employees honored: રાજકોટ ડિવિઝનના 11 કર્મચારીઓને DRMએ સન્માનિત કર્યા
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો