Rice Pakora

Rice Pakora Recipe: ચોમાસામાં ગરમા-ગરમ ચા સાથે ખાઓ રાઈસના પકોડા, નોંધી લો રેસિપી

Rice Pakora Recipe: આ વરસાદી મોસમમાં ચા સાથે કંઈક સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાનું મન થાય છે તો આ ખબર છેલ્લે સુધી વાંચજો…

અમદાવાદ, 18 જુલાઈઃ Rice Pakora Recipe: લોકો ઘણીવાર ચા સાથે બિસ્કીટ અને નાસ્તો ખાય છે. પરંતુ ક્યારેક આ વસ્તુઓ ખાધા પછી મન ભરાઈ જાય છે. આ વરસાદી મોસમમાં ચા સાથે કંઈક સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાનું મન થાય છે.

આ સમય દરમિયાન, બજારમાં ઉપલબ્ધ મસાલેદાર વસ્તુઓ ખાવાને બદલે ઘરે સરળતાથી બનાવી શકાય તેવી વસ્તુઓ ખાવી વધુ સારું છે. અહીં અમે જણાવી રહ્યા છીએ, ટેસ્ટી અને ક્રિસ્પી રાઈસ પકોડાની રેસિપી. જે ચા સાથે સરળતાથી પીરસી શકાય છે. આવો જાણીએ…

રાઈસ પકોડા બનાવવા માટે-

  • એક કપ ચોખા
  • બે મધ્યમ બાફેલા બટાકા
  • સમારેલી કોથમીર
  • સમારેલું આદુ
  • સમારેલા લીલા મરચા
  • જીરું
  • મીઠું
  • તેલ

કેવી રીતે બનાવવા

તેને બનાવવા માટે ચોખાને થોડી વાર પાણીમાં પલાળી રાખો. પછી તેને સારી રીતે પીસી લો. હવે ચોખાની પેસ્ટમાં મેશડ બટેટા ઉમેરો. તેમાં ઝીણી સમારેલી કોથમીર, બારીક સમારેલા લીલા મરચા, બારીક સમારેલ આદુ, જીરું અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો.

હવે તેલ ગરમ કરો અને પછી ચમચીની મદદથી ભજીયા પાડો. તેને બંને બાજુથી સારી રીતે પકાવો અને પછી તેને પેપર ટુવાલ પર કાઢી લો. તેલ શોષાય જાય પછી પકોડા સર્વ કરો.

આ પણ વાંચો… Income Tax Raid In Rajkot: રાજકોટના ઇતિહાસમાં મોટી ઇન્કમટેકસ રેડ, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો