Increase in school fees

Increase in school fees: અમદાવાદમાં કોરોના પછી સ્કૂલોના ખર્ચા વધી રહ્યા છે, સ્કૂલોમાં મેદાનોનું ભારણ ફીમાં વધારી રહી છે સ્કૂલો

Increase in school fees: બીજી બાજુ પ્રાઈવેટ સ્કૂલોના વધુ પડતા ખર્ચને જોતા ફી એફોર્ડ ના કરી શકતા માતા પિતા બાળકો માટે પ્રાઈવેટ સ્કૂલોની જગ્યાએ સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવી રહ્યા છે.

અમદાવાદ, 30 મેઃ Increase in school fees: કોરોનામાં દરેક ઉદ્યોગ ધંધા પર અસરો પડી છે તેમાં પણ સ્કૂલોને કોઈ ઝાઝો ફર્ક પડ્યો હોય તેમ લાગતું નથી કેમ કે, કોરોનામાં સ્કૂલો ઓનલાઈન ચાલતી હતી તે છતાં પણ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી હતી, ત્યારે આ વખતે પણ ફીમાં કોરોના બાદ વધારો થાય તેવી શક્યતાઓ છે.

કોરોના પછી સ્કૂલના ખર્ચા બમણા થઈ રહ્યા છે. ખાસ કરીને એફઆરસીએ સ્કૂલો પાસેથી ફી વધારા માટે દરખાસ્ત અને એફિડેવિટ મંગાવવામાં આવી રહી છે ત્યારે આ વખતે અમદાવાદની કેટલીક સ્કૂલો દ્વારા તેમાં બિલ્ડીંગ જમીનોના ભાડાના ખર્ચ દર્શાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત વિદ્યાર્થી દીઠ ફી અને વધારો માંગવામાં આવ્યો છો. ખાસ કરીને કેટલીક સ્કૂલો પાસે તો પોતાના જ મેદાનો છે. 
આ પણ વાંચોઃ Naranpura sports complex: અમદાવાદમાં વિશ્વકક્ષાની સુવિધાઓથી સભર નારણપુરા કોમ્પ્લેક્ષ ભવિષ્યમાં ઓલિમ્પિક ઇવેન્ટ્સ થશે – અનુરાગ ઠાકુર

આ સૌથી મોટો ઘસારો બિલ્ડિંગ, મેદાનના ભાડાનો રહે છે. ત્યાર બાદ સ્ટાફના પગારનો પણ છે. કોરોના બાદ કેટલાક શિક્ષકોની સંખ્યા ઘટી છે અને આ સંખ્યા ઘટી હોવા છતાં પણ સ્કૂલોએ કુલ સંખ્યા બતાવી છે. આ પહેલા પણ મોટી અને જાણીતી સ્કૂલોના ટ્રસ્ટે ફી વધારવા પોતાની સ્કૂલો પાસેથી કરોડો રુપિયામાં ભાડુ વસુલ્યુ હતું. 


બીજી બાજુ પ્રાઈવેટ સ્કૂલોના વધુ પડતા ખર્ચને જોતા ફી એફોર્ડ ના કરી શકતા માતા પિતા બાળકો માટે પ્રાઈવેટ સ્કૂલોની જગ્યાએ સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવી રહ્યા છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ IT cannot check unless there is 500 grams of gold: ભારતીય મહિલાઓ પાસે 500 ગ્રામ સોનું હોય ત્યાં સુધી આઈટી ડીપાર્ટમેન્ટ તપાસ નહીં કરી શકે

Gujarati banner 01