Naranpura sports

Naranpura sports complex: અમદાવાદમાં વિશ્વકક્ષાની સુવિધાઓથી સભર નારણપુરા કોમ્પ્લેક્ષ ભવિષ્યમાં ઓલિમ્પિક ઇવેન્ટ્સ થશે – અનુરાગ ઠાકુર

Naranpura sports complex: નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, જાહેર જનતા માટે પણ ફિટનેસ અને સ્પોર્ટ્સની તમામ સુવિધાઓ આ કોમ્પ્લેક્ષમાં ઉપલબ્ધ હશે

અમદાવાદ, 30 મેઃ Naranpura sports complex: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં નારણપુરા વિસ્તારમાં ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહુર્ત થયું હતું. કેન્દ્રિય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે, રૂપિયા ૬૩૨ કરોડના ખર્ચે બનવા જઇ રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો શિલાન્યાસ એ એક ઐતિહાસિક ક્ષણ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની કલ્પનાશક્તિ અને દુરંદેશીપણાના ફળસ્વરૂપે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગુજરાત અને ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અનેકગણું મજબૂત બનાવશે, જેનો લાભ રાજ્યના લાખો રમતવીરોને થશે.
નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ IT cannot check unless there is 500 grams of gold: ભારતીય મહિલાઓ પાસે 500 ગ્રામ સોનું હોય ત્યાં સુધી આઈટી ડીપાર્ટમેન્ટ તપાસ નહીં કરી શકે

Advertisement

આ ઉપરાંત, જાહેર જનતા માટે પણ ફિટનેસ અને સ્પોર્ટ્સની તમામ સુવિધાઓ આ કોમ્પ્લેક્ષમાં ઉપલબ્ધ હશે.વિશ્વકક્ષાની સુવિધાઓથી સભર આ કોમ્પ્લેક્ષ ભવિષ્યમાં ઓલિમ્પિક કક્ષાની ઇવેન્ટ્સ નું આયોજક અને સહભાગી બની શકે છે.


વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના કેટલાય ખેલાડીઓ ઓલમ્પિક અને પેરાલિમ્પિક  ક્ષેત્રે પોતાનું ખમીર બતાવી ચુક્યા છે. ભાવીનીબેન પટેલ, સરિતા ગાયકવાડ, માના પટેલ, સોનલ પટેલ, પારુલ પરમાર, અંકિતા રૈના જેવા કેટલાય સફળ ખેલાડીઓ ગુજરાતએ આપ્યા છે અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થકી આ ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ મળી રહેશે.(સોર્સ- ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Gujarat titans win ipl 2022 trophy: આઇપીએલમાં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યુ, ગુજરાતે રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું

Advertisement
Gujarati banner 01