gold 1

IT cannot check unless there is 500 grams of gold: ભારતીય મહિલાઓ પાસે 500 ગ્રામ સોનું હોય ત્યાં સુધી આઈટી ડીપાર્ટમેન્ટ તપાસ નહીં કરી શકે

IT cannot check unless there is 500 grams of gold: એક દરોડાની અંદર મહિલાના દાગીના જપ્ત લેવાતા આ અંગે ટ્રીબ્યૂનલ કોર્ટમાં પડકારાતા ટ્રીબ્યુનલે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે.

અમદાવાદ, 30 મેઃIT cannot check unless there is 500 grams of gold: અમદાવાદ ટ્રીબ્યુનલ કોર્ટની અંદર કરદાતાએ કરેલી અરજીના આધારે મહત્વનો ચૂકાદો આપ્યો છે. ભારતીય મહિલા પાસે 500 ગ્રામ સોનું હોય ત્યાં સુઘી ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ તપાસ નહીં કરી શકે. ઈન્કટેક્સ ડીપાર્ટમેન્ટ તરફથઈ દરોડાની કાર્યવાહી જ્યારે કરવામાં આવે છે ત્યારે સોનાના દાગીના જપ્ત કરવામાં આવતા હોય છે.

ત્યારે એક દરોડાની અંદર મહિલાના દાગીના જપ્ત લેવાતા આ અંગે ટ્રીબ્યૂનલ કોર્ટમાં પડકારાતા ટ્રીબ્યુનલે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે.

ખાસ કરીને ભારત અને તેમાં પણ ગુજરાતમાં સોનાની લેવડ દેવડ સગાસંબધીઓમાં પ્રસંગોમાં થતી હોય છે આ સિવાય પણ ગુજરાતમાં અને ભારતમાં મહિલાઓ સોનું પહેરવાનો ઘણો શોખ ધરાવે છે. લગ્નમાં ગુજારતમાં કેટલાક સમાજન અને કુટુંબોમાં સોનું ભેટ સ્વરુપે દિકરીને આપવામાં આવતું હોય છે.

આ પણ વાંચોઃ Gujarat titans win ipl 2022 trophy: આઇપીએલમાં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યુ, ગુજરાતે રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું

સોનાનું ચલણ ગુજરાતમાં આ રીતે છે. માટે પરણિત મહિલા પાસે 500 ગ્રામ સોનું હોય ત્યાં સુધી આ સોનું ક્યાંથી આવ્યું, કોણે આપ્યું, કોની ટેક્સેબલ રકમથી લેવામાં આવ્યું વગેરે સહીતના સવાલો કરી શકાશે નહીં. જેથી કરવામાં આવેલી આ અરજીમાં આ પ્રકારે સોનાની બાબતમાં મહિલાને છૂટછાટ આપવામાં આવી છે.  (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Sarvarthasiddhi Yog: આજે સોમવતી અમાસ, વટસાવિત્રીનું વ્રત અને શનિ જયંતિનો શુભ સંયોગ- વાંચો વિગત

Gujarati banner 01