Janmashtami celebration

Janmashtami celebration: પોતાના ઘરે જ નાનકડું ગોકુળ બનાવીને અનોખી રીતે કરી જન્માષ્ટમીની ઉજવણી

Janmashtami celebration: નાનકડી ગોકુળ નગરી બનાવીને દીકરીઓને રાધા-કૃષ્ણ બનાવી ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવ્યો

અમદાવાદ, 30 ઓગષ્ટઃ Janmashtami celebration: અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતાં ચિરાગ પંચાલ તથા રિક્તી પંચાલે પોતાના ઘરે જ નાનકડું ગોકુળ બનાવીને જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરી.

તેમની જુડવા દિકરીઓને કૃષ્ણ ભગવાન બનાવીને હર્ષોલ્લાસથી તહેવાર મનાવ્યો. આ નાનકડું ગોકુળ જેનિશ પંચાલ દ્વારા થર્મોકોલથી તૈયાર કરવામાં આવ્યું છે.

ઉપરાંત, ચાર્ટ પેપરનો ઉપયોગ કરી ગોવાળિયો, ગોપી, સુદામા, કંસ મામા, તથા જેલમાં વાસુદેવ તથા દેવકી પણ બનાવવામાં આવ્યાં છે. તેઓએ જણાવ્યું હતું કે, આ ડેકોરેશન કરતાં તેઓને 5 દિવસનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: અવનિ લેખરાનો શૂટિંગમાં કમાલ, ભારતને અપાવ્યો ગોલ્ડ- વાંચો સંપૂર્ણ વિગત

Whatsapp Join Banner Guj