Taliban takes over 3 gates of kabul airport

Taliban takes over 3 gates of kabul airport: તાલિબાને કાબુલ એરપોર્ટના 3 દરવાજા કબજે કર્યા, ફ્લાઇટ પર પણ પ્રતિબંધ મુકાયો

Taliban takes over 3 gates of kabul airport: અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સનુ નિયંત્રણ તાલિબાનને સોંપી દીધુ છે

કાબુલ, 30 ઓગષ્ટઃ Taliban takes over 3 gates of kabul airport: અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટની બહાર થયેલા આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ ડ્રોન હુમલાથી આપી દીધો હોય પરંતુ તાલિબાનનો ડર સતત વધતો જઈ રહ્યો છે. અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સનુ નિયંત્રણ તાલિબાનને સોંપી દીધુ છે. જે બાદ એરપોર્ટ ખાલી કરાવવાનુ કામ તાલિબાન લડવૈયાઓએ શરૂ કરી દીધુ છે.

રવિવારે આ અંગે માહિતી આપતા ગ્રુપના ઓફિસર ઈનહામુલ્લાહ સામાનગનીએ કહ્યું કે, હવે અમેરિકી સૈનિકોનુ એરપોર્ટના એક નાના ભાગ પર નિયંત્રણ છે, જેમાં એક એવો વિસ્તાર પણ સામેલ છે જ્યાં એરપોર્ટની રડાર સિસ્ટમ સ્થિત છે.

આ પણ વાંચોઃ Kabul airport rocket attack: કાબુલ એરપોર્ટ પર ફરી એક વખત રોકેટ વડે હુમલો, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

અધિકારીએ જણાવ્યુ કે તાલિબાને લગભગ બે અઠવાડિયા પહેલા એરપોર્ટ મેન ગેટ પર વિશેષ દળની એક યુનિટ તૈનાત કરી હતી. જે એરપોર્ટની સુરક્ષા અને તકનીકી જવાબદારી સંભાળવા માટે તૈયાર હતા.

યુએસે તાલિબાનને એરપોર્ટના ગેટનુ નિયંત્રણ એવા સમયે સોંપ્યુ છે જ્યારે કેટલાક દિવસ પહેલા 26 ઓગસ્ટે ISIS-K આતંકવાદીઓએ સુવિધાના પૂર્વી ગેટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 170 અફઘાન અને 13 અમેરિકી સૈનિક માર્યા ગયા હતા.

અગાઉ તાલિબાનના એક અધિકારીએ કથિત રીતે કહ્યુ હતુ કે ગ્રૂપના વિશેષ દળ અને તકનીકી વ્યાવસાયિકો તેમજ યોગ્ય ઇજનેરોની એક ટીમ અમેરિકી દળના ગયા બાદ એરપોર્ટના તમામ ચાર્જ લેવા માટે તૈયાર છે.  

Whatsapp Join Banner Guj