VinodKumar

Vinod kumar: ટોક્યો પેરાલમ્પિક જીતેલો કાંસ્ય પદક વિનોદ કુમારને નહીં મળે- વાંચો શું કારણ?

Vinod kumar: ટોક્યો પેરાલમ્પિકના ટેક્નિકલ પ્રતિનિધિએ એવું નક્કી કર્યું છે કે, વિનોદ કુમાર ડિસ્ક્સ થ્રો (F52 ક્લાસ) માટે યોગ્ય શ્રેણીમાં નથી આવતા

નવી દિલ્હી, 30 ઓગષ્ટઃ Vinod kumar: ટોક્યો પેરાલમ્પિક્સમાં ભારતને ઝાટકો લાગ્યો છે. ડિસ્ક્સ થ્રોમાં વિનોદ કુમારે જે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તે એમને નહીં મળે. ઉલ્લેખનીય છે કે, વિરોધ બાદ મેડલ હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. હવે એવો નિર્ણય લેવાયો છે કે, વિનોદ કુમારને તે મેડલ નહીં આપવામાં આવે. ટોક્યો પેરાલમ્પિકના ટેક્નિકલ પ્રતિનિધિએ એવું નક્કી કર્યું છે કે, વિનોદ કુમાર ડિસ્ક્સ થ્રો (F52 ક્લાસ) માટે યોગ્ય શ્રેણીમાં નથી આવતા. 

આ પણ વાંચોઃ Taliban takes over 3 gates of kabul airport: તાલિબાને કાબુલ એરપોર્ટના 3 દરવાજા કબજે કર્યા, ફ્લાઇટ પર પણ પ્રતિબંધ મુકાયો

ઉલ્લેખનીય છે કે, વિનોદ કુમાર રવિવારે મેડલ જીત્યા હતા. પરંતુ તેમના વિકારના ક્લાસિફિકેશન સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો ત્યાર બાદ મેડલ રોકી દેવામાં આવેલો. બીએસએફના 41 વર્ષીય જવાન વિનોદ કુમારે 19.91 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો વડે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તેઓ પોલેન્ડના પિયોટ્ર કોસેવિજ (20.02 મીટર) અને ક્રોએશિયાના વેલિમીર સૈંડોર (19.98 મીટર)ની પાછળ રહ્યા જેમણે ક્રમશઃ સુવર્ણ અને રજત પદક પોતાના નામે કર્યા હતા. 

Whatsapp Join Banner Guj