Khodiar jayanti cancel: અંબાજી માં ખોડિયાર જયંતિ ના કાર્યક્રમો રદ્દ કરાયા
Khodiar jayanti cancel: અંબાજીમાં દરવર્ષે આઇશ્રી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ખોડિયાર જયંતિ નું આયોજન થાય છે
અંબાજી, ૦૭ ફેબ્રુઆરી: Khodiar jayanti cancel: દરવર્ષે અંબાજી માં 8 ફેબ્રુઆરી ના રોજ ખોડિયાર જયંતિ મનાવામાં આવે છે. પરંતુ આ વાર અંબાજી માં ખોડિયાર જયંતિ નો પર્વ નહિ મનાવામાં આવે. અંબાજી માં ખોડિયાર જયંતિ ના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા છે. અંબાજીમાં દરવર્ષે આઇશ્રી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ખોડિયાર જયંતિ નું આયોજન થાય છે.
પરંતુ આ વાર કોરોના મહામારી ને ધ્યાન માં રાખતા અંબાજી મંદિર માં ખોડીયાર જયંતી નહિ મનાવામાં આવે. કોરોના મહામારી અને સરકારની SOP ને લઈ કાર્યક્રમો રદ કરાયા છે. ખોડીયાર માતાની શોભાયાત્રા, અન્નકુટ, તેમજ સામૂહિક ભંડારો મુલત્વી રખાયા છે. આ દરમિયાન માત્ર ખોડીયાર માતાના મંદિરે સુખડીનો પ્રસાદ બનાવી માતાજીની આરતી કરી સાદગીથી ખોડીયાર જયંતી ઉજવાશે.

